ઈલેક્ટ્રિશિયનના પુત્રને USથી આવી જોબ ઓફર, 70 લાખનું પેકેજ
આમિર અલીને એક અમેરિકી કંપની તરફથી 1 લાખ અમેરિકી ડોલર (70 લાખ)ના પેકેજની ઓફર આવી છે. જામિયાના કોઈ પણ ડિપ્લોમા હોલ્ડરને ઓફર કરાયેલું આ મહત્તમ સેલેરી પેકેજ છે.
Trending Photos
નવી દિલ્હી: એક જૂની કહેવત છે કે પેશન અને હાર્ડવર્કથી સફળતા પગ ચૂમે છે. જામિયા મિલિયા ઈસ્લામિયાના ઈલેટ્રિશિયનના પુત્રએ આ વાતને સાબિત કરી દીધી છે. આમિર અલીને એક અમેરિકી કંપની તરફથી 1 લાખ અમેરિકી ડોલર (70 લાખ)ના પેકેજની ઓફર આવી છે. જામિયાના કોઈ પણ ડિપ્લોમા હોલ્ડરને ઓફર કરાયેલું આ મહત્તમ સેલેરી પેકેજ છે.
7 ભાઈ બહેનોમાં બીજા નંબરના અલીએ જામિયા સ્કૂલ બોર્ડ એક્ઝામમાં ખુબ સરસ પર્ફોર્મન્સ આપ્યું હતું. જો કે ત્યારબાદ પણ તે જામિયાના બીટેક કોર્સમાં એડમિશન મેળવી શક્યો નહતો. ત્યારબાદ પણ તેણે 3વાર પ્રયત્ન કર્યાં. આ દરમિયાન તે આર્કિટેક્ચર કોર્સ માટે NIT ઝારખંડમાં સિલેક્ટ પણ થઈ ગયો હતો. પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે ત્યાં એડમિશન લઈ શક્યો નહીં.
2015માં મળ્યું એડમિશન
વર્ષ 2015માં તેને જામિયામાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાં એડમિશન મળ્યું. ત્યારબાદ તેના ઈલેક્ટ્રિક ગાડીઓના શોખે તેને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનું શરૂ કરી દીધું. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અલીએ કહ્યું કે ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓનો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચાર્જ વધુ છે. તેને જોતા તેણે એક શ્યોરી ડેવલપ કરી છે. જો તે સફળ થયો તો ચાર્જ કરનારી ગાડીઓ પર આવનારો ખર્ચ લગભગ શૂન્ય થશે.
શરૂઆતમાં ટીચર વિશ્વાસ કરતા નહતાં
અલીના જણાવ્યાં મુજબ શરૂઆતમાં મારા ટીચરો મારા પર વિશ્વાસ કરી શકતા નહતા. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર વકાર આલમે મારા કામને ઓળખ્યું અને ગાઈડ કર્યો. ત્યારબાદ રિસર્ચનો એક પ્રોટોટાઈપ તૈયાર કર્યો અને જામિયાના તાલિમી મેળામાં તેને દર્શાવ્યો. ત્યારબાદ સીઆઈએ તેને પ્રમોટ કર્યો અને છેલ્લા તે યુનિવર્સિટીની વેબસાઈટ પર આવ્યો.
અમેરિકામાં આ રીતે મળી ઓફર
અલીના જણાવ્યાં મુજબ તેના આ આઈડિયાને ઉત્તર કરોલિનાના ચારલોટના ફ્રિસન મોટર વર્કસે ગંભીરતાથી લીધો અને તેને યુનિવર્સિટી દ્વારા કોન્ટેક્ટ કર્યો. ત્યારબાદ તેમણે તેને અમેરિકામાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ એન્જિનિયર તરીકે કામ કરવાની ઓફર આપી. અલીના પિતા શમશાદ અલીના જણાવ્યાં મુજબ અલી બાળપણથી ઈલેક્ટ્રિસિટી અને બીજા ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ તરફ આકર્ષિત હતો. તે તેમને જાત જાતના સવાલો પૂછતો હતો. તેના સવાલો એવા હતાં કે તેના જવાબ તેઓ આપી શકતા નહતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે