દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી મહિલાએ લાલ કિલ્લા પર કર્યો દાવો, જજે આપ્યો આ જવાબ
દિલ્હી હાઈકોર્ટે લાલ કિલ્લાની કાયદાકીય વારસદાર હોવાનો દાવો કરનારી મહિલાની અપીલ નકારી દીધી છે. મહિલાએ દાવો કર્યો હતો કે તે છેલ્લા મુગલ બાદશાહની કાયદાકીય વારસદાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર (Bahadur Shah Zafar) ના પ્રપૌત્રની વિધવા હોવાનો દાવો કરનારી એક મહિલાએ સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) અરજી દાખલ કરી હતી. આ અરજીમાં મહિલાએ ખુદને લાલ કિલ્લાની (Red Fort) કાયદાકીય વારસદાર ગણાવતા તેને તેનો માલિકી હક સોંપવાની વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી નકારી દીધી છે.
દિલ્હી હાઈકોર્ટે રદ્દ કરી અરજી
મહિલાએ પોતાની અરજીમાં કહ્યું કે, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ગેરકાયદેસર રીતે લાલ કિલ્લાને પોતાના કબજામાં લીધો હતો અને તેનો માલિકી હક સોંપવામાં આવે. અરજીને નકારતા ન્યાયમૂર્તિ રેખા પલ્લીની સિંગલ પીઠે કહ્યું કે, 150 વર્ષો બાદ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો અને તેનું કોઈ મહત્વ નથી.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બળજબરીથી છીનવ્યો અધિકાર
અરજીકર્તા સુલ્તાના બેગમે કહ્યુ કે, તે બહાદુર શાહ ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બેદાર બખ્તની પત્ની છે, જેનું 22 મે 1980ના નિધન થઈ ગયું હતું. અરજીકર્તાએ કહ્યું કે, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુગલ શાસક પાસે મનમાનીથી બળજબરીથી તેનો અધિકાર છીનવી લીધો હતો.
મારા ઈતિહાસનું જ્ઞાન ખુબ નબળું
ન્યાયાધીશે કહ્યું- મારૂ ઈતિહાસનું જ્ઞાન ખુબ નબળુ છે પરંતુ તમે દાવો કર્યો કે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા વર્ષ 1987માં તમારી સાથે અન્યાયકર્યો હતો. પછી 150 વર્ષનો વિલંહ કેમ થયો? આટલા વર્ષો સુધી તમે શું કરી રહ્યાં હતા?'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે