એક વર્ષમાં ગુજરાતમાં 92.21 કરોડના ઈ-મેમો! ટ્રાફિકના નિયમો તોડી ઈ-મેમો મેળવવામાં અમદાવાદ અવ્વલ!
RTI EXPOSE E-Mema: સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ મામલો આ આંકડાઓ ચિંતાજનક સ્થિતિનું સુચન કરે છે. આપણે આપણી ટ્રાફિક સેન્સ સુધારવાની જરૂર છે.
- એક વર્ષમાં રાજ્યમાં રૂ. 92.21 કરોડના ઇ- મેમા
- અમદાવાદમાં રૂ. 11.62 કરોડના ઇ મેમા
- E-memo માં અમદાવાદ અવ્વલ!
Trending Photos
E-Mema: ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરવામાં ગુજરાતીઓ કંઈ બાકી નથી મુકતા. સિંગલ જોયા વિના વાહન દોડાવી દેવું એ તો જાણે હવે સ્વભાવ બની ગયો છે. જેને કારણે માત્ર એક જ દિવસમાં રેડલાઈટ વાયોલેશનના અસંખ્ય કેસ બનતા હોય છે. આ અંગે એક આરટીઆઈ રિપોર્ટમાં સામે આવ્યું છેકે, સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છેકે, આપણે આપણી ટ્રાફિક સેન્સ સુધારવાની જરૂર છે.
ગુજરાત રાજ્યના 33 જિલ્લાની 36 જેટલી RTO અને ARTO કચેરી ધ્વારા રૂપિયા 92.21 કરોડનો ઇ-ચલણ મેમાં રાજ્યની જનતાને ફટકારવામાં આવ્યા છે. RTI- માહિતી અધિનિયમ 2005 હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં રાજ્યની વાહન વ્યવહાર કચેરી ધ્વારા માહિતી આપવામાં આવી છેકે રાજ્યમાં સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે. રાજ્યની વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં એક માહિતી અધિનિયમ 2005 હેઠળ એક RTI અરજી કરવામાં આવી હતી. જેમાં માહિતી માંગવામાં આવી હતી કે રાજ્યમાં વર્ષ 2019થી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન રાજ્યમાંથી કેટલા રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યા. તેના સંદર્ભે વાહન વ્યવહાર કમિશનર કચેરી ધ્વારા ઇ ચલણ સોફ્ટવેર માંથી સપ્ટેમ્બર 2021 થી ઓગસ્ટ 2022 સુધીની માહિતી આપવામાં આવી હતી.
આ પણ ખાસ વાંચોઃ
વાહન વ્યવહાર કમિશનર કચેરી આપવામાં આવેલ માહિતી મુજબ રાજ્યના જિલ્લાઓ અને શહેરોમાં આવેલી RTO અને ARTO કચેરીઑએ સપ્ટેમ્બર-2021થી જ્યારે મોટર વાહન અધિનિયમમાં ગુનાઓ માટેના દંડ અર્થે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે ઇ-ચલણ દ્વારા રૂપિયા 92,21,94,224 દંડ ઇશ્યૂ કર્યો છે. માહિતીમાં આપેવામાં આવેલ સરકારી ડેટા અનુસાર સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના દરમિયાન સૌથી વધુ દંડ રૂ. 11,62,62,219 અમદાવાદ શહેર જિલ્લામાં કરવામાં આવ્યો છે, ત્યારબાદ સુરત શહેરમાં રૂ. 6,57,34,279 અને બનાસકાંઠા જિલ્લામાં રૂ. 5,27,74,833 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. સૌથી ઓછો ઇ મેમો રાજ્યના આહવા-ડાંગ ARTO કચેરી ધ્વારા ઇશ્યૂ કરાયો છે જે રૂ. 21,34,096 છે.
રાજ્યમાં, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોથી ઇશ્યૂ કરવામાં આવેલ ઇ મેમો -દંડ રૂ. 92.21 કરોડનો છે જ્યારે માત્ર અમદાવાદના બે RTO – અમદાવાદ અને અમદાવાદ પૂર્વ તથા બાવળા ARTO કચેરી ધ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ દંડ રૂ. 11. 62 કરોડ છે. રાજ્યમાં માર્ચ 2022માં સૌથી વધુ ઇ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 11,19,77495 ના હતા અને નવેમ્બર 2021માં સૌથી ઓછા ઇ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 5,76,24,818 રૂપિયાના હતા. જે ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા આ દંડ વાહનોની મોટી સંખ્યા અને રસ્તાઓ પર વધુ સીસીટીવી કેમેરાને કારણે વાહન ચાલકો ધ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોથી ઇશ્યૂ કરવામાં કરવામાં આવે છે અને જે પોસ્ટથી વાહન ચાલકના વાહનના નોંધાયેલા નામ સરનામે મોકલી આપવામાં આવે છે અને જે રકમ જે તે ઇસ્યુ કરનાર RTO અને ARTO કચેરીએ ભરવાના હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે