દિલ્હી 7 દિવસથી ભૂખ હડતાળ પર બેસેલા સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્વ જૈન હોસ્પિટલમાં દાખલ

દિલ્હીના ઉપરાજ્યપાલના અનિલ બૈજલના ઘરે સાત દિવસથી અનિશ્વિકાળની ભૂખ હડતાળ પર બેઠેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્વ જૈનની તબિયત રવિવારે રાત્રે બગડી ગઇ. તેમની સાથે ઘરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર કરી જણાવ્યું કે સત્યેંદ્વ જૈનનું કિટોન (ketone) લેવલ વધી ગયું છે. 

દિલ્હી 7 દિવસથી ભૂખ હડતાળ પર બેસેલા સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્વ જૈન હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: દિલ્હીના ઉપરાજ્યપાલના અનિલ બૈજલના ઘરે સાત દિવસથી અનિશ્વિકાળની ભૂખ હડતાળ પર બેઠેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્વ જૈનની તબિયત રવિવારે રાત્રે બગડી ગઇ. તેમની સાથે ઘરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર કરી જણાવ્યું કે સત્યેંદ્વ જૈનનું કિટોન (ketone) લેવલ વધી ગયું છે, જેના લીધે તેમને શ્વાસ લેવામાં અને પેશાબ કરવામાં તકલીફ પડે છે. ત્યારબાદ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ઠીક છે. 

બીજી તરફ આઇએસ અધિકારીઓએ સાર્વજનિક રીતે આરોપ લગાવ્યો છે રાજકીય ફાયદા માટે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગતિરોધને જોતાં બિન ભાજપી શાસનવાળા રાજ્યોના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને દરમિયાનગિરી કરવા અને સંકટના સમાધાન માટે અનુરોધ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રી જૈનને એલએનજેપી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું કે 'સત્યેંદ્વ જૈનની તબિયત બગડવાના લીધે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા.

સીએમ કેજરીવાલે ઓફિસરોની સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો
આ પહેલાં કેજરીવાલે સ્થિતિ સંભાળતાં અધિકારીઓની સુરક્ષા આપવાનું આપતાં તેમને કહ્યું કે આઈએએસ ઓફિસર અમારા પરિવારનો ભાગ છે. તેમને સુરક્ષા આપવી અમારી જવાદારી છે. તેમણે કહ્યું કે, ચૂંટાયેલી સરકારનો વિરોધ આઈએએસ ઓફિસર બંધ કરી દે. આ પહેલા આપના નેતાઓએ પીએમ આવાસ સુધી માર્ચ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને સંસદ માર્ગ પર રોકી દેવામાં આવ્યા હતા. કેજરીવાલના નેતૃત્વવાળી આપ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે વઢતાં જતાં ગતિરોધની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસે આજે દિલ્હીના મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો કે તેમના 'વધતા જતા અહંકાર'ના લીધે નગરના લોકો પરેશાન છે. 

માકન-શીલાએ કરી કેજરીવાલની ટિકા
દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અજય માકને કહ્યું કે કેજરીવાલને મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સમક્ષ 'ખેદ' પ્રગટ કરી આ સંકટને સમાપ્ત કરવું જોઇએ. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતે કહ્યું કે જો કેજરીવાલના સંબંધમાં સંવૈધાનિક જોગવાઇને સમજી શક્યા નથી તો કોઇ પણ તેમની મદદ ન કરી શકે. 

દિલ્હીના આઇએએસ એઓસિએશને દિલ્હી સરકાર પાસે તેમના અધિકારીઓનો રાજકીય ફાયદા માટે ઉપયોગ ન કરવા માટે કહ્યું અને તેમના દાવાને નકારી કાઢ્યો કે તે હડતાળ પર છે. કેજરીવાલના ઉપરાજ્યપાલ સાથે ટકરાવ વચ્ચે એસોસિએશને કહ્યું કે આપ સરકારને પોતાનું વલણ બદલવાની જરૂર છે. 

ચાર મુખ્યમંત્રીઓએ કેજરીવાલ પ્રત્યે એકજૂથતા બતાવી
પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રતિ એકજૂથતા દર્શાવી. કેજરીવાલ દિલ્હીમાં નોકરશાહોની હડતાળ ખતમ કરાવવા માટે પોતાના મંત્રીમંડળના સહયોગીઓ સાથે ઉપરાજ્યપાલના કાર્યાલયમાં ધરણા પર બેઠા છે.

કેજરીવાલના ઘરે પત્રકાર સંમેલનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને કેરળના સીએમ પિનરાયી વિજયને કેન્દર્ને તરત આ સંકટનું સમાધાન કરવા જણાવ્યું છે.

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી દળોના સાથે આવવાના પ્રયત્નો વચ્ચે કેજરીવાલને આ ચાર મુખ્યમંત્રીનું સમર્થન ખુબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે 2019ની ચૂંટણીમાં ભાજપ સામે મુકાબલો કરવા માટે વિપક્ષી દળો સાથે ગઠબંધન પર વિચાર કરી રહેલી કોંગ્રેસ દિલ્હીના મુખ્યમંત્રીના ધરણાની આલોચના કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news