દિલ્લીમાં કોને આપવામાં આવે છે ટાઈપ VIII નો બંગલો? જાણો કેમ આ બંગલો મેળવવા થાય છે પડાપડી

રાજધાની દિલ્લીની લુટિયંસ ઝોનમાં સાંસદોને બંગલો મળે તેનો શું નિયમ છે, ક્યારે ખાલી કરવાનો હોય છે? જો કોઈ સાંસદ કે મંત્રી ટર્મ પુરી થયા પણ બંગલો ખાલી ન કરે તો તેની સામે થઈ શકે છે કેવી કાર્રવાઈ એ પણ જાણો...

દિલ્લીમાં કોને આપવામાં આવે છે ટાઈપ VIII નો બંગલો? જાણો કેમ આ બંગલો મેળવવા થાય છે પડાપડી

નવી દિલ્લીઃ દરેકનું સપનું હોય છે રાજધાની દિલ્લીમાં સરકારી બંગલામાં મોજથી રહેવું. જોકે, આ બંગલો કોને અને કઈ રીતે મળે છે તેના માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવેલાં છે. જો તમે પણ આ આલિશાન બંગલામાં રહેવાના સપના જોઈ રહ્યાં હોવ તો પહેલાં તે બંગલા અંગેના નિયમો પણ જાણી લેજો. એ વાત પણ એટલી જ સત્ય છેકે, એકવાર જે કોઈને આ બંગલામાં રહેવાની તક મળે પછી તેની ઈચ્છા નથી થતી આ બંગલો ખાલી કરવાની. તેથી ટર્મ પુરી થયા પછી પણ ઘણાં નેતાઓ સરકારી બંગલો ખાલી કરવામાં પાછળથી આનાકાની કરે છે. ટાઈપ VIII નો બંગલો કોને કહેવાય એ પણ સમજવાની જરૂર છે.

થોડા સમય પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા રામવિલાસ પાસવાનના પુત્રએ પણ સરકારી બંગલો ખાલી કરવાનો ઈનકાર કરતા તેના સામે વિવાદ થયો હતો. મહા મહેનતે સરકાર દ્વારા આ બંગલો ખાલી કરાવવામાં આવ્યો. દિલ્લીના સરકારી બંગલાને લઈને થયેલાં વિવાદ વિશે પણ જાણો...લોકસભા સાંસદ ચિરાગ પાસવાન પાસેથી સરકારી બંગલો ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ બંગલો તેમના દિવંગત પિતા અને કેન્દ્રીય મંત્રી રહેલા રામવિલાસ પાસવાનને ફાળવવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2020માં રામવિલાસ પાસવાનનું નિધન થઈ ગયું હતું. તેમના નિધન પછી ચિરાગ પાસવાન આ બંગલામાં રહેતા હતા. તેમની પાસેથી સરકારે હવે બંગલો ખાલી કરાવી દીધો છે.

સરકારી આવાસની કઈ રીતે થાય છે વહેંચણી:
1. સરકારી આવાસની વહેંચણી, રિપેરિંગ અને ભાડાનું કામ ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ જુએ છે.
2. આ વિભાગને 1922માં બનાવવામાં આવ્યો હતો.
3. આ વિભાગ મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેયર્સ અંતર્ગત આવે છે.
4. સાંસદો-મંત્રીઓને જે દિલ્લીમાં સરકારી આવાસ મળે છે જે લુટિયંસ ઝોનમાં છે.
5. સરકારી આવાસની ફાળવણી માટે એલોટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ રેસિડેન્સ રુલ્સ 1963 છે.
6. બંગલાની વહેંચણી સેલરી અને સિનિયોરિટીના આધારે થાય છે.
7. લોકસભા-રાજ્યસભાના સાંસદોને બંગલો વહેંચવાનું કામ બંને સદનની હાઉસિંગ કમિટી કરે છે.
8. ટાઈપ  I થી લઈને IV સુધીના સરકારી બંગલા સામાન્ય રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ-અધિકારીઓને મળે છે.
9. જ્યારે ટાઈપ V થી VIII સુધીના બંગલા સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓને ફાળવવામાં આવે છે.

કોને મળે છે ટાઈપ VIII બંગલો:
ટાઈપ VIIIનો બંગલો સૌથી શ્રેષ્ઠ શ્રેણીનો બંગલો માનવામાં આવે છે. આ બંગલો સામાન્ય રીતે કેબિનેટ મંત્રી, સુપ્રીમ કોર્ટના જજ, પૂર્વ પ્રધાનમંત્રી, પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને નાણા વિભાગના ચેરમેનને મળે છે.

શું હોય છે ટાઈપ VIII બંગલામાં:
(1) 5 બેડરૂમ
(2) સર્વન્ટ કાર્ટર
(3) લૉન
(4) ગેરેજ
(5) વાર્ષિક 4000 કિલો લીટર પાણી
(6) 50,000 યૂનિટ ફ્રી વીજળી
(7) 3 મહિના સુધી પડદાની ધોલાઈ ફ્રી

મોદી સરકાર અને સરકારી બંગલા:
2014માં મોદી સરકાર આવ્યા પછી પૂર્વ મંત્રીઓ અને પૂર્વ સાંસદોને ઝડપથી સરકારી બંગલા ખાલી કરાવવા લાગી. એક રિપોર્ટ પ્રમાણે મોદી સરકારે પહેલાં જ વર્ષે 460 નેતાઓના 460 સરકારી બંગલા ખાલી કરાવ્યા હતા. નેતાઓના બંગલા ખાલી કરાવવાના ઉદ્દેશ્યથી મોદી સરકારે 2019માં એક કડક કાયદો પણ બનાવ્યો હતો. આ કાયદા પ્રમાણે સમય પર બંગલો ખાલી ન કરવા પર 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તે સિવાય નોટિસ મળ્યાના 3 દિવસ બાદ સરકાર બંગલો ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news