mp

BJP સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના એક મંત્રીની જાતી પર જ ઉઠાવ્યો સવાલ, નકલી આદિવાસી ગણાવ્યા

ભાજપ માટે માથાનો દુખાવો બની રહેલા સાંસદ મનસુખ વસાવા નો વધુ એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. દશેરાના શુભ દિન 15/10/2021 ના રોજ ભાજપ સાંસદ મનસુખ વસાવા સાગબારાના દેવમોગરા માતાજીના મંદિરમાં પાંડુરી માતાજીની આરતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એમની સાથે ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આરતીના કાર્યક્રમ બાદ મનસુખ વસાવાએ કાર્યકરોને સંબોધ્યા હતા. આદિવાસીઓમાં ભાગલા પડાવનારા અને ખોટા આદીવાસીના પ્રમાણપત્રો લેનારાની ઝાટકણી કાઢી હતી. 

Oct 16, 2021, 11:50 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી અધિકારીઓની દાદાગીરીના કારણે નુકસાન કરતું થઇ ગયું, સાંસદનો ચોંકાવનારો આરોપ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ખોટ કરતી થઇ ગઈ છે. જેની પાછળ જવાબદાર સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓ છે. આ અધિકારીઓએ નિયમોના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓને કનડવાનું ચાલુ કર્યું હતું. તેમણે કડક નિયમોના નામે એવું ત્રાસદાયક માળખું બનાવ્યું કે જેના કારણે ફરવા આવેલો વ્યક્તિ પરેશાન થઇ જાય. આ રીતે અધિકારીઓએ યેન કેન પ્રકારે પ્રવાસીઓને હેરાન કરવાનો તખ્તો સ્થાનિક અધિકીકારીઓએ નક્કી કર્યો હતો. 

Oct 15, 2021, 05:57 PM IST

BHAVNAGAR માં ત્રણ આરોગ્ય કેન્દ્રોને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞીકે આપી અનોખી ભેટ

જિલ્લાના ગારિયાધાર તાલુકા ત્રણ આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા અનુદાનિત ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ત્રણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલે સ્પીચ દરમ્યાન કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા.

Sep 21, 2021, 12:00 AM IST

CM ના આગમન પહેલા સાંસદ અને જિલ્લા BJP અધ્યક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી, વાતાવરણ ઉગ્ર બન્યું

શહેરમાં રાજ્યના નવા મુખ્યમંત્રી હાલ વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. તેમની સાથે મોટા પ્રમાણમાં સ્થાનિક નેતાઓનો રસાલો પણ છે. તેવામાં મુખ્યમંત્રી રાજકોટ પહોંચે તે પહેલા રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી થઇ હતી. ચેતન રામાણીએ મોહન કુંડારીયાને 7 વર્ષથી કાર્યાલય નહી ખોલવા અંગે વ્યંગ કર્યો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઇ હતી. મોહન કુંડારિયા રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, તમારે જે કરવું હોય તે કરવાનું. જેના જવાબમાં રામાણીએ કહ્યું કે, તમે આઘાર કરો. બાદમાં કુંડારિયાએ કહ્યું કે, તમને જેમ મન ફાવે તેમ બોલો.

Sep 14, 2021, 10:47 PM IST

પેટ્રોલ પંપ મુદ્દે વન અધિકારી અને સાંસદ સામસામે, મુદ્દો છેક PM અને પેટ્રોલિયમ મંત્રાલય સુધી પહોંચ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પેટ્રોલ પંપ સંચાલન માટે વન અધિકારીની દાદાગીરી સામે મનસુખ વસાવાએ નારાજગી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોની ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે વન અધિકારીએ દાદાગીરી કરી ધાક ધમકી આપવાના પ્રકરણ સાંસદ મનસુખ વસાવાના ધ્યાને આવ્યું છે. જેના કારણે તેમણે ભારત સરકાર નવી દિલ્હીના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે.

Aug 22, 2021, 11:43 PM IST

GUJARAT ના સાંસદે અધિકારીઓને ખખડાવ્યા, કહ્યું કામ કરો કોરોનાને નામે લાલીયાવાડી નહી ચાલે

જિલ્લા દિશા સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ વાસ્મોના અધિકારીને કહ્યું કે, કોરોનાના બહાના રહેવા દો કામ કરો અને લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું કરો.  જયારે બીટીપીના મહેશ વસાવા ને કહ્યું કે તમે રાજ્યસભા વખતે તમે મળો છો  તો અમે કશું કેહતા નથી. નર્મદા જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં મનસુખ વસાવાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીને કહ્યું કે, કોરોનાનું બહાનું નહીં ચાલે લોકોના ઘર સુધી પીવાનું પાણી વહેલી તકે મળવું જોઈએ. 

Jul 31, 2021, 08:57 PM IST

Weather Update: આ રાજ્યોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, IMD એ અલર્ટ જાહેર કર્યું

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદે ખુબ તબાહી મચાવી છે અને મૂસળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય હવામાન  વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક માટે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લા માટે રેડ અલર્ટ  (Red Alert for Rain) અને આઠ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ બહાર પાડી છે. 

Jul 30, 2021, 07:24 AM IST

Monsoon Update: આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ

ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. 

Jul 26, 2021, 04:53 PM IST

UPSC TOPPER: પ્રથમ ટ્રાયલમાં પાસ કરી અગ્નિ પરીક્ષા, અને મેળવ્યો 5 મો રેન્ક, જાણો પરીક્ષા દરમિયાન કેટલા પડકારોનો કર્યો સામનો....

UPSCની એક્ઝામ પાસ કરવી એ ઘણા ઉમેદવારોનું સપનું હોય છે. પરંતુ આ અગ્નિ પરીક્ષા પાસ કરવી સહેલી વાત નથી...જીં હાં UPSCની પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારો રાત-દિવસ એક કરે છે. તેમ છતાં પણ સફળતા મળતી નથી. આજે અમે તેમના એ IAS ઓફિસરની વાત કરવાના છીએ, જેમણે પ્રથમ ટ્રાયલમાં જ પરીક્ષા પાસ કરી, અને 5મો રેન્ક મેળવ્યો...આ પરીક્ષા પાસ કરવા માટે IAS સૃષ્ટિ જયંત દેશમુખે ઘણા પડકારોનો સામનો કર્યો.
 

Jul 13, 2021, 06:43 PM IST
Monsoon News: UP, MP, 77 killed in lightning strike in Rajasthan, see news in detail PT1M28S

Monsoon News : UP, MP, રાજસ્થાનમાં વીજળી પડતા 77 ના મૃત્યુ, જુઓ સમાચાર વિગતવાર

Monsoon News: UP, MP, 77 killed in lightning strike in Rajasthan, see news in detail

Jul 12, 2021, 04:10 PM IST

SURAT: સગીરાને લગ્નની લાલચે MP ભગાડીને દુષ્કર્મ આચર્યું, પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ

શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવક સાથે પ્રેમ કરવો પડ્યો હતો. જો કે યુવાને સગીરાને લગ્નની લાલચ આપીને તેનો ઉપભોગ કર્યો હતો. યુવતીને લગ્નની લાલચ આપીને યુવતીને પોતાના મામાના ઘરે ભગાડી ગયો હતો. ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરા સુરત આવીને પોતાના પરિવારને સમગ્ર માહિતી આપતા પરિવારનાં પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. 

Jun 24, 2021, 11:56 PM IST

જામનગરમાં 3,825 દિવ્યાંગજનોને રૂપિયા 3 કરોડ 65 લાખના વિવિધ સાધન સહાયનું વિતરણ કરાયું

જામનગરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે યોજ્યો 340 મો સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો.

Jun 20, 2021, 05:09 PM IST

એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી

આ કેરીની એક કિલોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર રૂપિયા છે! આ કેરીને દુનિયા 'EGG OF SUN' નામથી પણ ઓળખે છે. 

Jun 20, 2021, 03:52 PM IST

હવે ગુજરાતમાં 'લવ' થઇ શકશે પણ 'જેહાદ' નહી, આજથી 'લવ જેહાદ'નો કાયદો લાગુ

વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાંથી પસાર કરાયેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો આજથી ગુજરાતમાં લાગુ થઇ ચુક્યો છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચુક્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. જે વિધાનસભામાંથી પાસ થઇ ગયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ગયું હતું. જે મંજુર થયા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજથી ધર્મ સ્વાતંત્ર ધારા અધિનિયમ 2021નો અમલ શરૂ થઇ ચુક્યો છે. 

Jun 15, 2021, 05:11 PM IST
Gujarat BJP Breaking: BJP president holds important meeting with office bearers MLA, MP PT2M20S

Gujarat BJP Breaking : ભાજપ અધ્યક્ષે હોદ્દેદારો MLA , MP સાથે કરી મહત્વની બેઠક

Gujarat BJP Breaking: BJP president holds important meeting with office bearers MLA, MP

Jun 15, 2021, 10:35 AM IST

દેશની 1200 કરોડની સંપત્તિ પાકિસ્તાનના કબજામાં, રાજ્યસભાના સાંસદનો PM મોદીને પત્ર

ગુજરાતના રાજ્ય સભાના સાંસદ (Rajya Sabha MP) રામભાઈ મોકરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખ્યો છે. જેમાં દેશની અંદાજિત 1200 કરોડની સંપત્તિ એવી ફીસિંગ બોટ (Fishing Boat) પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરાવવાની માંગ કરી છે

Mar 27, 2021, 03:17 PM IST

રાહુલનો હુમલો- BJP માં એટલી પણ આઝાદી નથી કે સાંસદો ખુલીને વાત કરી શકે

પોતાની પાર્ટીમાં લોકતાંત્રિક માહોલનો દાવો કરનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મુખ્ય વિરોધી પક્ષ ભાજપની અંદરના માહોલ પર નિશાન સાધ્યુ હતું. 
 

Mar 16, 2021, 11:17 PM IST

VIRAL VIDEO: પત્નીએ બીજા પુરુષ માટે પતિને છોડી દેતા મળી તાલિબાની સજા, 3ની ધરપકડ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગુનામાં એક ખુબ જ ક્રૂરતાપૂર્ણ, ભયાનક અને શરમજનક ઘટના સામે આવી છે.

Feb 16, 2021, 12:02 PM IST

MP : બોનેટમાં છુપાવીને લઇ જઇ રહ્યા હતા 1.74 કરોડ રૂપિયા, રસ્તામાં ગાડીમાં લાગી આગ અને પછી...

આરોપીઓએ બોનેટ ખોલીને નોટોના બંડલ બહાર કાઢ્યા તો 500-500 રૂપિયાના અડધી સળગેલી નોટો ભારે પવન સાથે વેરાઇ ગઇ અને ઉડવા લાગી. આ જોઇને ગામવાળાએ પોલીસે સૂચના આપી દીધી. ત્યાં સુધી લગભગ દોઢ લાખ રૂપિયા સળગી ગયા હતા. 

Feb 4, 2021, 08:12 PM IST