રાજધાની દિલ્હીમાં સરકારી નોકરીઓમાં મુસ્લિમોની ભાગીદારી સૌથી ઓછી
દિલ્હી લઘુમતી પંચ 2017-18નાં રિપોર્ટમાં ખુલાસો, દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોમાં સૌથી ઓછી હાજરી
Trending Photos
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં સરકારી નોકરીઓમાં મુસલમાનની ભાગીદારી સૌથી ઓછી છે. 2011ની વસ્તીગણત્રી અનુસાર દિલ્હીમાં 12.86 ટકા મુસલમાન રહે છે, પરંતુ અહીંના સરકારી વિભાગોમાં તેમનું પ્રમાણ 2 ટકાથી વધારે નથી. આ ખુલાસો દિલ્હી લઘુમતી પંચના 2017-18ના રિપોર્ટમાં થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં શું લઘુમતીને તેમને વસ્તીની દ્રષ્ટીએ સરકારી નોકરીઓમાં હિસ્સેદારી મળી શકે છે. આ સવાલનો જવાબ દિલ્હી લઘુમતી પંચે પોતાનાં વાર્ષિક રિપોર્ટમાં આવ્યો છે.
પંચે દિલ્હી સરકારનાં દરેક વિભાગથી આંકડાઓ એકત્ર કર્યા, જેમાં ખુલાસો થયો કે દિલ્હી સરકારે કોઇ પણ વિભાગમાં 2 ટકાથી વધારે મુસલમાનોની હિસ્સેદારી નથી. રિપોર્ટ અનુસાર દિલ્હી પર્યટન અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં કુલ 649 કર્મચારીઓ છે. જેમાં માત્ર 9 મુસલમાનો છે. જે કુલ કર્મચારીઓનાં માત્ર 1.38 ટકા છે. દિલ્હી ફાયર સર્વિસમાં હાલનાં સમયમાં કુલ 2011 કર્મચારીઓ છે, જેમાં માત્ર 9 મુસલમાન છે. અને તે 0.447 ટકાનો છે.
લઘુમતી પંચની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ડાયરેક્ટરેટ જનરલ ઓફ હોમ ગાર્ડ્સમાં આ સમયે 109 કર્મચારીઓ છે. તેમાં માત્ર 2 મુસલમાન છે જે 1.83 ટકા છે. દિલ્હીનાં નાણા વિભાગમાં હાલ 695 કર્મચારીઓ છે જેમાં માત્ર 4 મુસલમાન છે અને અહીં મુસલમાનોનું પ્રતિનિધિત્વ માત્ર 0.58 ટકા છે.
દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોમાં પણ પરિસ્થિતી ખસ્તા
પંચે પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે, દિલ્હી પોલીસની પરિસ્થિતી મુસ્લિમોની ભલામણની દ્રષ્ટીએ ખુબ જ ખરાબ છે. દિલ્હી પોલીસમાં હાલ 75681 જવાનો નોકરી કરી રહ્યા છે જેમાં માત્ર 1269 જવાનો મુસ્લિમ છે એટલે કે 1.67 ટકા જવાનો જ દિલ્હી પોલીસમાં છે. જ્યારે દિલ્હી મેટ્રોની પરિસ્થિતી પણ સારી નથી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનમાં હાલના સમયે 12118 કર્મચારીઓ નોકરી કરે છે. જેમાંથી માત્ર 351 મુસલમાન છે એટલે કે માત્ર 2.8 ટકા જ અહીં મુસ્લિમ છે.
ઉપરાંત ઉત્તરી દિલ્હી નગર નિગમે 399 કર્મચારીઓ કામ કરે છે પરંતુ તેમાંથી માત્ર 9 મુસલમાન છે. એટલે કે 2.25 ટકા જ મુસલમાનોને નોકરી મળી છે. દિલ્હીનાં કોઇ સરકારી મહેકમમાં મુસલમાન કર્મચારીની હાજરી 2 ટકા કરતા વધારે નથી જોવા મળતી. દિલ્હી લઘુમતી પંચે પહેલીવાર પોતાનાં કર્મચારીઓનાં રિપોર્ટ પણ ઇશ્યું કર્યા છે. લઘુમતી પંચમાં કુલ 11 કર્મચારીઓ છે જે પૈકી માત્ર 1 જ મુસ્લિમ કર્મચારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે