દિલ્હી પોલીસે કરોડપતિ ભાઇની જોડીની કરી ધરપકડ, 1 કરોડનું સોનું અને લાખોની કેશ જપ્ત

દિલ્હી પોલીસે 2 એવા કરોડપતિ ચોર ભાઇઓની જોડીની ધરપકડ કરી છે જેને ઇસ્ટ દિલ્હીમાં ગત કેટલાક સમયથી ચોરીની ઘટનાઓથી આતંક મચાવ્યો હતો. આરોપીઓની ઓળખ કય્યૂમ (30) અને અય્યૂબ (40)ના રૂપમાં કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 27 લાખ રૂપિયા કેશ અને એક કરોડ રૂપિયાનું સોનું (2.25 કિલોગ્રામ), 53 માસ્ટર કી, લાખોનો સામાન જપ્ત કર્યો છે.

Updated By: Dec 8, 2019, 09:19 AM IST
દિલ્હી પોલીસે કરોડપતિ ભાઇની જોડીની કરી ધરપકડ, 1 કરોડનું સોનું અને લાખોની કેશ જપ્ત

નવી દિલ્હી: દિલ્હી પોલીસે 2 એવા કરોડપતિ ચોર ભાઇઓની જોડીની ધરપકડ કરી છે જેને ઇસ્ટ દિલ્હીમાં ગત કેટલાક સમયથી ચોરીની ઘટનાઓથી આતંક મચાવ્યો હતો. આરોપીઓની ઓળખ કય્યૂમ (30) અને અય્યૂબ (40)ના રૂપમાં કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 27 લાખ રૂપિયા કેશ અને એક કરોડ રૂપિયાનું સોનું (2.25 કિલોગ્રામ), 53 માસ્ટર કી, લાખોનો સામાન જપ્ત કર્યો છે. આરોપીઓને ચોરીના માલથી કબીર નગરમાં 47 લાખ અને યમુના વિહારમાં 65 લાખ રૂપિયાના બે મકાન ખરીદ્યા હતા. 

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 64 કેસ ઉકેલવાનો દાવો કર્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગત કેટલાક મહિનાઓમાં આરોપી યમુનાપારમાં 100થી વધુ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓ બધી ઘટનાઓને ધોળેદહાડે અંજામ આપતા હતા. 

ઇસ્ટ દિલ્હીના ડીસીપી જસમીત સિંહે જણાવ્યું કે ગત કેટલાક દિવસોથી વિસ્તારોમાં ધોળેદહાળે ચોરીની ઘટનાઓ થતી રહી હતી. ઘણા કેસમાં પોલીસના હાથ સીસીટીવી ફૂટેજ લાગી, જેમાં આરોપી સ્પષ્ટ દેખાતા હતા, પરંતુ ઓળખ થતી નથી. લોકલ પોલીસ ઉપરાંત ડિસ્ક્ટ્રીક્ટના સ્પેશિયલ સ્ટાફની ટીમને તપાસ કરવામાં આવી. તપાસ બાદ શુક્રવારે મળેલી ઘટનાઓમાં સામેલ આરોપી કડકડડૂમા કોર્ટ પાસે આવનારી છે. સૂચના બાદ પોલીસની ટીમે બંને આરોપી કય્યૂમ અને અય્યૂબને દબોચી લીધા. બંને નંદ નગરી વિસ્તારના રહેવાસી છે. 

કય્યૂમ ધોળેદિવસે કય્યૂમ ચોરીની ઘટનાને અંજામ આપતો હતો
બાળપણમાં અભ્યાસ છોડીને કય્યૂમે ચોરીની ઘટનાને અંજામ આપવાનું શરૂ કરી દીધું હતું. આરોપી ચોરી કરવામાં માહિર છે, તે દિવસે ચોરીની ઘટનાઓ અંજામ આપે છે. ઘટનાઓને ફક્ત યમુનાપાર વિસ્તારમાં જ અંજામ આપવામાં આવે છે. કય્યૂમ ઘટનાને અંજામ આપતાં પહેલાં પડોશી સાથે ચૂપચાપ કરી ટાર્ગેટવાળા મકાનમાં ઘૂસી જતા હતા. અય્યૂબ ઘટનાસ્થળ પર ઉભો રહીને ત્યાં નજર રાખતો હતો. ખતરો લાગતાં તે કય્યૂમને ખબર આપી દેતો હતો. મોટાભાગના કેસમાં કય્યૂમ માસ્ટર કી વડે ઘરનું તાળુ ખોલી દેતો હતો. તાળુ ન ખોલતા અય્યૂબની મદદ વડે તોડી તોડી દેવામાં આવતું હતું. 

ચોરીના માલથી બનાવી કરોડોની સંપત્તિ
કય્યૂમ અને અય્યૂબે ચોરીના માલથી કરોડોની સંપત્તિ બનાવી લીધી છે. કબીરન નગર અને યમુના વિહારમાં આરોપીએ ગત થોડા દિવસો પહેલાં બે મકાન ખરીદ્યા હતા. આ મકાનોમાં કામ કરાવીને બંને ભાઇઓએ ઘરમાં ઇલેક્ટ્રિક સામાન ખરીદીને રાખ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 27 લાખ કેશ, 2.25 કિલો સોનું, 405 ગ્રામ ચાંદી, 11 ઘડિયાળો, સાત મોબાઇલ ફોન, 53 માસ્ટર કી અને ભારે માત્રામાં ઇલેક્ટ્રિક સામાન મળી આવ્યો છે. બંનેની પ્રોપટીની પોલીસ તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube