Delhi Corona Update: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં સામે આવ્યા 1204 નવા કેસ

Delhi Corona Cases Today: દિલ્હીમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1200થી વધુ કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે. 
 

Delhi Corona Update: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં સામે આવ્યા 1204 નવા કેસ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં એકવાર ફરી ઉછાળો જોવા મળ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1204 નવા કેસ સામે આવ્યા છે. તો એક વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય કોરોનાની સારવાર બાદ 863 દર્દી સાજા પણ થયા છે. 

4508 છે એક્ટિવ કેસ
તો દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો તેવા દર્દીઓની સંખ્યા 4508 પહોંચી ગઈ છે. હાલ રાજધાનીમાં 3190 કોરોના દર્દી હોમ આઈસોલેશનમાં છે. જ્યારે 114 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 39 આઈસીયૂમાં છે અને આટલા દર્દી ઓક્સીજન સપોર્ટ પર છે. તો ચાર દર્દી વેન્ટીલેટર પર છે. 

Active cases 4508 pic.twitter.com/qxSNFHqvkd

— ANI (@ANI) April 26, 2022

સરકાર થઈ એલર્ટ
તો દિલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હી સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. સરકારે નક્કી કર્યું છે કે જાહેર સ્થળો પર માસ્ક પહેરવા સહિત અન્ય કોવિડ અનુકૂળ વ્યાવહારોનું પાલન કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે રાજધાનીના 11 જિલ્લામાં આ રીતે નિયમોનું ઉલ્લંઘન રોકવા માટે અત્યાર સુધી 70 ટીમો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકોને કોવિડ અનુકૂળ વ્યવહાર અપનાવવા અને વેક્સીન લગાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે જન જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news