Omicron ના લીધે હવે આ રાજ્યોએ લગાવ્યા પ્રતિબંધો, બહાર નિકળતાં પહેલાં જાણી લો નિયમ
કોરોનાના વધતા જતા કેસ હવે દરેક રાજ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. એવામાં તમામ રાજ્યો પોતાના સ્તરે તેની સામે લડવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પહેલા જ નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી ચૂક્યા છે. આ સિવાય હવે વધુ 1 રાજ્યએ પણ કોરોના સંક્રમણને રોકવા માટે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના વધતા જતા કેસ હવે દરેક રાજ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. એવામાં તમામ રાજ્યો પોતાના સ્તરે તેની સામે લડવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પહેલા જ નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી ચૂક્યા છે. આ સિવાય હવે વધુ 1 રાજ્યએ પણ કોરોના સંક્રમણને રોકવા માટે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે પણ શુક્રવારે સાંજે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. આ સાથે હરિયાણા સરકાર નાઇટ કર્ફ્યુ પર પણ વિચાર કરી રહી છે.
રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અને કોવિડ-19ની ત્રીજી લહેરને જોતા હવે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બીજી બાજુ પોલીસ તરફથી જબરદસ્ત કડકાઈ કરવામાં આવશે.
ગુજરાતમાં આ સ્થળોએ રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં હાલની કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં 25 ડિસેમ્બરથી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગૂ રહેશે.
દેશમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) ના કેસ સતત વધી રહ્યા છે અને આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 358 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જ્યાં 88 લોકો સંક્રમિત થયા છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના 67 કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત 358 દર્દીઓમાંથી 114 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.
બહારથી આવનારાઓ પર આવા પ્રતિબંધો
નોંધનીય છે કે દુબઈથી મુંબઈ આવતા મુંબઈના રહેવાસીઓએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમને એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. મુંબઈ એરપોર્ટ પર ઉતરતા પરંતુ મુંબઈની બહાર જતા મુસાફરોને પબ્લિક ટ્રાંસપોર્ટમાં જવા દેવામાં આવશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે