મની લોન્ડરિંગ મામલો : ચિદંબરમના દીકરાની ઓફિસો પર EDના દરોડા

આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED0ની ટીમ દ્વારા પી.ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમની દિલ્હી તેમજ ચેન્નાઈ ખાતેની ઓફિસોમાં દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

મની લોન્ડરિંગ મામલો : ચિદંબરમના દીકરાની ઓફિસો પર EDના દરોડા

નવી દિલ્હી : આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED0ની ટીમ દ્વારા પી.ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમની દિલ્હી તેમજ ચેન્નાઈ ખાતેની ઓફિસોમાં દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. EDના 5 અધિકારીઓ સવારે સાડા સાત વાગ્યે જ ચિદંબરમના ઘરે પહોંચી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર એરસેલ મેક્સિસ ડિલ મામલે અધિકારીઓએ દિલ્લી અને ચેન્નઈ સ્થિત 5 જગ્યા પર દરોડા પાડ્યા હતા. જોકે ગણતરીના કલાકોમાં આ તપાસ આટોપાઈ પણ લેવાઈ છે. 

— ANI (@ANI) 13 January 2018

કાર્તિની સંપત્તિ થઈ છે જપ્ત
EDએ એરસેલ મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ નાણામંકત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની 1.6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ દરમિયાન પી. ચિદમ્બરમે પોતાના મેન્ડેટની બહાર જઇને આપી હતી. EDને માહિતી મળી છે કે કાર્તિ અને પી. ચિદંબરમના ભત્રીજા દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપનીને સોફ્ટવેર કન્સલ્ટન્સીની આડમાં મેક્સિસ ગ્રુપ તરફથી 2 લાખ રૂપિયા મળ્યા હતા. આ પહેલા સપ્ટેમ્બર 2017માં ઇડીએ કાર્તિની દિલ્લી અને ચેન્નઈમાં આવેલી સંપતિ જપ્ત કરી હતી. 

સીબીઆઇનો આરોપ
સીબીઆઇનો આરોપ છે કે કાર્તિની એક કંપનીને ઇન્દ્રાણી અને પીટર મુખરજીના મીડિયા હાઉસ (આઇએનએક્સ મીડિયા)થી ફંડ ટ્રાન્સફર થયું. કાર્તિ ઉપરાંત ચાર અન્ય લોકોને આ મામલામાં સમન્સ પાઠવ્યું હતું. કાર્તિ અને આઇએનએક્સ મીડિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવી ચૂક્યો છે. આરોપ છે કે કાર્તિએ પોતાના પાવરનો ઉપયોગ કરીને આઇએનએક્સને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ મેળવવામાં મદદ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news