raids

નડીયાદ GIDC ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના દરોડા, રૂપિયા 6.18 લાખનો જથ્થો જપ્ત

ફેકટરીમાંથી રૂ 6.18 લાખની કિંમતનો ૫૧૫૦ કિલો હળદર પાઉડરનો જથ્થો જપ્ત કરી, હળદર પાઉડરનો નમૂનો પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હતો

Jul 6, 2021, 09:07 PM IST

AHMEDABAD: સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, વિદેશી સ્ટાઇલથી ચાલતું હતું જુગારધામ

ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરિયાપુરમાં દરોડા પાડવામાં આવતા ચકચાર મચી હતી. દરિયાપુરની મનપસંદ ક્લબમાં દરોડા પાડવામાં આવ્યા હતા. Dy.SP ઝ્યોતિ પટેલે પોતાનીટીમને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. 

Jul 6, 2021, 12:22 AM IST

SURAT : ટોળાએ મહિલાના ઘરે હુમલો કરી લૂંટ ચલાવી, આતંકની ઘટના CCTV માં કેદ

શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક મહિલાનાં ઘરે ટોળા દ્વારા હુમલો કરીને લૂંટ કરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસે મહિલાની ફરિયાદ દાખલ કરીને પોલીસ કમિશ્નર પાસે ન્યાય માટે દોડી હતી. ભેસ્તાન ખાતે રહેતા આ પરિવારનાં ઘરે દીકરીનાં નિકાહ ટૂંક સમયમાં થવાનાં હોવાથી દીકરીનાં કરિયાવર સહિત તમામ ભેગો કરી લીધ હતો. મહિલાના ઘરે અસામાજિક તત્વોએ ઘરે પહોંચીને હુમલો કરીને ઘરમાં તોડફોડ કરીને 52000 રૂપિયાની લૂંટ ચલાવી હતી.

May 11, 2021, 08:30 PM IST

અમદાવાદ: કંટ્રોલમાંથી મેસેજ મળ્યા બાદ ચાંદખેડા પોલીસના દરોડા, 8 જુગારી ઝબ્બે

શહેરના મોટેરા સ્ટેડિયમની પાછળના દરવાજા પાસે 30થી 35 લોકો જુગાર રમતા હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતા ચાંદખેડા પોલીસ દોડતી થઇ હતી. રેડ કરવા માટે પહોંચી હતી. જો કે કેટલાક જુગારીઓ ભાગી ગયા હતા. માત્ર 8 જુગારીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.

Aug 1, 2020, 10:46 PM IST

સુરતના ડીજીજીઆઇના ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા, ખોટી રીતે ઓએસટી ક્રેડિટ મેળવી હોવાનું આવ્યું સામે

સુરતના ડીજીજીઆઇના ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પડાવામાં આવ્યા છે. કોલકાતાના કન્હૈયા કાર્ગો મૂવર્સની સુરત શાખા પર દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના કાપડ વેપારીઓ સાથે જોડાણ કરી ઓએસટી ક્રેડિટ ખોટી રીતે મેળવવામાં આવી હતી. માલની ખરીદી અને તેમના માલની કોલકાતાથી ખોટી રીતે વળતર પર ઓએસટી ક્રેડિટ મેળવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

Jul 22, 2020, 09:50 PM IST
Raids On Suspected Boring Connection In Surat PT3M54S

સુરતમાં શંકાસ્પદ બોરિંગ કનેક્શન પર દરોડા

સુરતના માંગરોળના ધામરોડ ગામની સીમમાં શંકાસ્પદ બોરિંગ કનેકશન સામે તંત્રએ દરોડા પાડ્યા હતા. ખેડૂતોની ફરિયાદ આધારે માંડવી પ્રાંત મામલતદારે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. 200થી પણ વધુ બોર કનેક્શન અલગ અલગ ખેતરમાં કરવામાં આવ્યા હતા. ટેન્કરો મારફતે પાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વેચાણ કરતા હતા. પાણીના સ્તર નીચા જવાના કારણે ખેડૂતો પરેશાન હતા. પાણીના સ્તર નીચા જવાના કારણે ખેડૂતોના પાકને નુકશાન થઈ રહ્યું હતું. હાલ પંચનામાંની કાર્યવાહી કરવામાં આવી હતી.

Feb 18, 2020, 08:40 PM IST
Raids On Illegal Godowns Of Excise Department In Daman PT4M7S

દમણમાં એક્સાઇઝ વિભાગના ગેરકાયદેસર ગોડાઉન પર દરોડા

દમણમાં એક્સાઇઝ વિભાગના ગેરકાયદેસર ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં 4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના નામચીન ધંધાર્થી રમેશ માઇકલનું આ ગોડાઉન છે.

Jan 24, 2020, 06:40 PM IST

ભરૂચમાં વીજ કંપનીનાં દરોડા, 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

ભરૂચ જિલ્લાની વીજ કંપનીની વિજીલન્સ ટીમ દ્વારા વીજ ચોરી કરતા તત્વોને ડામવા માટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. વાલિયા તાલુકાનાં 17 ગામોમાં પાડેલા દરોડામાં 160 જેટલા બિનકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા. બિનકાયદેસર વીજ વપરાશ કરતા ઝડપાયેલા ધારકોને 45 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજીલન્સનાં દરોડાને પગલે અન્ય ગામોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શનિવારે સવારે લોકોની ઉંઘ ઉડે તે પહેલા વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 

Jan 20, 2020, 12:26 AM IST
Health Department Raids On Food Shop In Vadodara PT10M8S

વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા, શંકાસ્પદ ખાદ્યપદાર્થના લેવાયા સેમ્પલ

ઉત્તરાયણના તહેવારને લઇને લોકોમાં ઊંધીયું, જલેબી તેમજ અન્ય વાનગીઓ ખાવાનો અનોખો ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે બજારમાં વેચાતા ઊંધીયા અને જેલીબી ખાઇને લોકોના સ્વાસ્થ્યને કોઇ નુકસાન ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Jan 13, 2020, 04:20 PM IST

જો તમે ઘી ખાઇ રહ્યા છો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે, જો જો ચોંકીના ઉઠતા !

જિલ્લાના દહેગામ તાલુકા ના જલુંદ ગામ માંથી બનાવટી ઘી ની ફેક્ટરી પોલીસે પકડી પાડી છે 1450 કિલોથી વધુ બનાવટી ઘી જથ્થો પકડી પાડીને પોલીસે આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. ગાંધીનગર LCB દ્વારા જલુંદ ગામમાંએ/203 પ્લોટ પર બનેલા પતરાના શેડ માં ચાલતી ફેક્ટરી ઉપર રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે મોટા પાયે અહીં બનાવતી ઘી બનાવવામાં આવી રહ્યું છે. પોલીસે રેડ કરી ક્યારે બનાવટી ઘીના ડબ્બા, ડબ્બા પેક કરવાનું મશીન, mrp લખવા માટેનું મશીન અને બનાવટી ઘી માં વપરાતા કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. 

Dec 23, 2019, 06:30 PM IST

અમદાવાદ: છારાનગરમાં 58 જુગારીઓ ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના છારાનગર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે દરોડા પાડી 58 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. શ્રાવણીયો જુગાર રમતા શખ્સો પાસેથી 17 લાખ 3 હજારથી વધુનાં કુલ મુદામાલ સાથે 2.66 લાખની રોકડ રકમ અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.
 

Aug 21, 2019, 10:10 PM IST

સુરત: GST વિભાગના દરોડા, બોગસ બીલથી ખોટી ઇન્કમ ઉભી કરી આચર્યું કરોડોનું કૌભાંડ

જીએસટી લાગુ કરવા પાછળનો એક મોટો ઉદ્દેશ ટેક્સ ચોરો સામે લગામ લગાવવાનું પણ હતું. પરંતુ કૌભાંડીઓ કોઈને કોઈ રીતે અત્યારે પણ કૌભાંડ કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. આવી જ વધુ એક કૌભાંડીને ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સનાં સુરત ઝોન યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

Aug 7, 2019, 11:42 PM IST
Vadodra: Health Dept. Raids Shops Selling Sev Usal And Other Junk Food PT3M44S

વડોદરા: સેવઉસળ વહેંચતા દુકાનદારો સામે આરોગ્ય વિભાગની લાલ આંખ, જુઓ શું થયું

વડોદરા: સેવઉસળ વહેંચતા દુકાનદારોને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. દરોડા વખતે ચટટ્ણી, બન અને અન્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા.

Jul 18, 2019, 02:15 PM IST
Vadodra: Health Dept. Raids Shops Selling Sev Usal PT4M19S

વડોદરા: સેવઉસળ વહેંચતા દુકાનદારો સામે આરોગ્ય વિભાગની લાલ આંખ, જુઓ શું થયું

વડોદરા: પ્રખ્યાત મહાકાળી સેવઉસળને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સેવઉસળ વહેંચતા દુકાનદારોને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. દરોડા વખતે ચટટ્ણી, બન અને અન્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા.

Jul 17, 2019, 02:10 PM IST

સ્ટેટ જીએસટીની ટીમએ ભાવનગરમાં બોગસ બિલિંગના કૌભાંડનો કર્યો પર્દાફાશ

સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરના બે લોકોની આજે ધરપકડ કરતા કરોડોની કરચોરી અને કરોડોના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અત્યાર સુધી આવા આનેક કૌભાંડો કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ઘુંબો મારવામાં આવ્યો છે અને તેનું પગેરું ભાવનગરમાં નીકળેલું છે.

Jul 9, 2019, 10:50 PM IST

સુરત: ગર્ભપરીક્ષણ કરવાના ગોરખધંધાનો પર્દાફાશ, હેલ્થ વિભાગનો સપાટો

સુરતના વરાછા વિસ્તારમા આવેલી જીવનજયોત હોસ્પિટલમાં ચાલી રહેલા ગેરકાયદે ગર્ભ પરિક્ષણના ગોરખધંધા પર જીલ્લા હેલ્થ વિભાગે ક્રાઇમબ્રાંચ સાથે રહી દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને ગર્ભ પરિક્ષણ મશીન મળી આવતા સીલ કર્યું હતું.

May 9, 2019, 03:00 PM IST

હાલોલમાં સેન્ટ્રલ જીએસટી ટીમના દરોડા, રૂપિયા 70 કરોડની કરચોરી ઝડપાઇ

પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ એક કંપનીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં સેન્ટ્રલ જીએસટી તેમજ અન્ય કર સહિતની કુલ 70 કરોડની કર ચોરી ઝડપાઈ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત જીઆઇડીસીમાંથી સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ગત રાત્રીના દરોડા પાડવામાં આવ્યા હતા.

Jan 17, 2019, 10:09 PM IST

મેહસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, તુવેર દાળનો જથ્થો સીઝ કર્યા

મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. જિલ્લા સરકારી પુરવઠાના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે શેકાસ્પદ તુવેર દાળ મળી તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.

Jan 4, 2019, 10:49 PM IST
Bhavnagar Municipal Corporation raids plastic factory, 355 plastic seized PT1M41S

ભાવનગર મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક ફેક્ટરી પર દરોડા

Bhavnagar Municipal Corporation raids plastic factory, 355 plastic seized

Dec 19, 2018, 05:55 PM IST