Bengal Election: ચૂંટણી પંચે મમતા બેનર્જી પર લગાવ્યો પ્રતિબંધ, 24 કલાક નહીં કરી શકે પ્રચાર

મમતા બેનર્જીના જવાબથી અસંતુષ્ટ ચૂંટણી પંચે તેમના પ્રચાર કરવા પર આજે રાત્રે 8 કલાકથી મંગળવારે રાત્રે 8 કલાક સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે. 
 

Bengal Election: ચૂંટણી પંચે મમતા બેનર્જી પર લગાવ્યો પ્રતિબંધ, 24 કલાક નહીં કરી શકે પ્રચાર

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર ચૂંટણી પંચે (EC) 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે આ પહેલા ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કેન્દ્રીય દળો વિરુદ્ધ ટિપ્પણીને લઈને મમતા બેનર્જીને નોટિસ ફટકારી હતી. 

મમતા બેનર્જીએ જવાબમાં કહ્યું હતું કે તે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) નું ખુબ સન્માન કરે છે પરંતુ દળો પર મતદાતાને ડરાવવા અને એક ખાસ પાર્ટીના પક્ષમાં મતદાન માટે મતદાતાઓને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ છે. 

ચૂંટણી પંચે મમતા બેનર્જીને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી માન્યા છે. મમતા પર આ પ્રતિબંધ કૂચ બિહારમાં આપેલા ભાષણને લઈને પણ લગાવવામાં આવ્યો છે. પોતાના ભાષણમાં મમદા બેનર્જીએ મહિલા મતદાતાઓને અપીલ કરી હતી કે તે ચૂંટણી દરમિયાન સુરક્ષાદળોનો ઘેરાવ કરે. મમતાએ કહ્યું હતું કે સુરક્ષાદળોના જવાન એક ખાસ પાર્ટીને વોટિંગ દરમિયાન મદદ પહોંચાડી રહ્યાં છે, તેથી લોકો તેનો વિરોધ કરે. 

મમતા બેનર્જીના જવાબથી અસંતુષ્ટ ચૂંટણી પંચે તેમના પ્રચાર કરવા પર આજે રાત્રે 8 કલાકથી મંગળવારે રાત્રે 8 કલાક સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news