ઈવીએમના નવા મોડેલથી થશે 2024ની લોકસભા ચૂંટણી, જાણો શું છે એમ-3 મોડેલની ખાસિયતો
Election Commission: આ વર્ષના અંત સુધી યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં નવા ઈવીએમનો ઉપયોગ કરાય તેવી શક્યતા છે. એમ-3 મોડેલનું ઈવીએમ મશીન જૂના મશીનનું અપગ્રેડેડ વર્ઝન છે.
Trending Photos
Loksabha Election: 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં નવા મોડેલના ઈવીએમનો ઉપયોગ થશે. ચૂંટણી પંચે દેશના તમામ જિલ્લા માટ નવા ઈવીએમની ફાળવણી પણ કરી દીધી છે. નવા ઈવીએમની ખાસિયત એ છે કે તેનાથી એક લોકસભા ક્ષેત્રમાં એક કન્ટ્રોલ યુનિટથી 384 ઉમેદવારો માટે એક સાથે મતદાન કરાવી શકાય છે. તેના કન્ટ્રોલ યુનિટમાં 24 બેલટ યુનિટને જોડી શકાય છે. વર્તમાન ઈવીએમથી એક લોકસભા ક્ષેત્રમાં ફક્ત 64 ઉમેદવારોનું જ એક સાથે મતદાન કરાવી શકાય છે. ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર જાહેર ક્ષેત્રની કંપની ભેલ દ્વારા ઈવીએમનું એમ-3 મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.
કેટલાક લોકોને 20 તો કેટલાક લોકોને 30% ટેક્સ, આ સરકારી આદેશ બધાને જાણવો જરૂરી
આજથી 4 સ્માર્ટફોનમાં ચાલશે તમારું WhatsApp એકાઉન્ટ, જુકરબર્ગે કરી જાહેરાત
ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
એમ-3 મોડેલના ઈવીએમની ખાસિયતો
એમ-3 મોડેલનું ઈવીએમ મશીન ઘણી રીતે જૂની મશીનનું અપગ્રેડેડ વર્ઝન છે. તેમાં ખામી સર્જાવાની શક્યતા ઓછી છે. જો આ ઈવીએમની સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં આવે તો તે સ્લીપ મોડમાં જતું રહેશે. તેની ચિપને એક જ વાર પ્રોગ્રામ કરી શકાય છે. આ ઈવીએમને ઈન્ટરનેટ કે અન્ય કોઈ નેટવર્કથી કન્ટ્રોલ નથી કરી શકાતું. તેમાં રિયલ ટાઈમ ક્લોક અને ડાયનામિક કોડિંગ જેવી સુવિધાઓ છે.
આ રીતે જાણો તમારા પાર્ટનર બીજે ક્યાંય 'સેટીંગ' છે કે નહી? આ સંકેતોથી પડી જશે ખબર
રેસ્ટોરેન્ટમાં તંદૂરી રોટી ઓર્ડર કેમ ન કરવી જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ
શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે? વાંચી લો શું કહે છે રિસર્ચ
નવા ઈવીએમની બેટરી 50 ટકા હોય તો પણ તેનાથી દિવસભર મતદાન કરાવી શકાય છે. તેની એક મોટી ખાસિયત એ પણ છે કે મતદાન પહેલા જ્યારે કન્ટ્રોલ યુનિટથી બેલટ યુનિટ અને વીવીપેટને જોડવામાં આવશે, ત્યારે કન્ટ્રોલ યુનિટ પહેલા જાતે જ પોતાની તપાસ કરશે. ત્યારબાદ બેલટ યુનિટની અને વીવીપેટની તપાસ કર્યા બાદ મશીન મતદાન માટે તૈયાર થઈ જશે.
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર
2019ની લોકસભા ચૂંટણીમાં તેલંગણાની નિઝામાબાદ બેઠક એ સમયે ચર્ચામાં હતી, જ્યારે અહીં ચૂંટણઈના મેદાનમાં 185 ઉમેદવારો હતા. સત્તાધારી પક્ષ ટીઆરએસના વડા ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાએ પણ આ જ બેઠક પરથી ચૂંટણી પડી હતી. આ બેઠક પર મતદાન કરાવવા 26 હજાર ઈવીએમની જરૂર પડી હતી.
આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે