Kedarnath yatra 2023: કેદારનાથ યાત્રા માર્ગ પર પ્લાસ્ટિક Ban, આ વસ્તુઓનો થશે ભોજન પીરસવા ઉપયોગ

Kedarnath yatra 2023: યાત્રાળુઓ ભોજન કરે છે અને તેના માટે પ્લાસ્ટિકની પ્લેટનો ઉપયોગ થાય છે. આ સિવાય પાણી પીવા માટે પણ પ્લાસ્ટિકના ગ્લાસ નો ઉપયોગ થાય છે. આ રીતે અહીં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક એકત્ર થાય છે જે ઘાટી માટે નુકસાનકારક છે.

Kedarnath yatra 2023: કેદારનાથ યાત્રા માર્ગ પર પ્લાસ્ટિક Ban, આ વસ્તુઓનો થશે ભોજન પીરસવા ઉપયોગ

Kedarnath yatra 2023: આ વર્ષે પણ દર વર્ષની જેમ લાખો તીર્થયાત્રી કેદારનાથ યાત્રા કરવા પહોંચશે તેવું અનુમાન છે. કેદારનાથ યાત્રા દરમિયાન લાખો ભક્તો ભગવાનના દર્શન કરે છે. જોકે આ સમય દરમિયાન કેદારનાથના રસ્તા પર પ્લાસ્ટિકનો કચરો પણ વધી જાય છે. યાત્રાળુઓ ભોજન કરે છે અને તેના માટે પ્લાસ્ટિકની પ્લેટનો ઉપયોગ થાય છે. આ સિવાય પાણી પીવા માટે પણ પ્લાસ્ટિકના ગ્લાસ નો ઉપયોગ થાય છે. આ રીતે અહીં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક એકત્ર થાય છે જે ઘાટી માટે નુકસાનકારક છે. આ વાતને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે નવી પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 

આ વર્ષે કેદારનાથ યાત્રા માર્ગ ઉપર પ્લાસ્ટિકની પ્લેટ અને ગ્લાસ નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યાત્રાળુઓ માટે પહાડી વિસ્તારમાંથી પતરાળા મંગાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ ભોજન તેમજ પાણી પીવા માટે કરવામાં આવશે. આ પતરાળા તૈયાર કરવા માટે મહિલાઓ તૈયારી કરી ચૂકી છે. આ નિર્ણયથી મહિલાઓના સંગઠનને પણ આર્થિક મજબૂતી મળશે. 

આ વર્ષે પ્લાસ્ટિકને બદલાઈ તીર્થયાત્રા કરનારને પતરાળામાં ભોજન પીરસવામાં આવશે જ ના કારણે પર્યાવરણને પણ નુકસાન નહીં થાય અને સ્થાનિક મહિલાઓને પણ આર્થિક રીતે મજબૂતી મળશે. મહિલાઓના એક સંગઠન દ્વારા આ પતરાળા તૈયાર કરવામાં આવશે. 

આ મહિલા સંગઠનને 15 લાખ રૂપિયાની ધનરાશિ પણ આપવામાં આવી છે જેના દ્વારા તેઓ જરૂરી સામગ્રી અને મશીન ખરીદી શકશે. મહિલાઓ દ્વારા જે વસ્તુઓ તૈયાર કરવામાં આવશે તેનો ઉપયોગ કેદારનાથ યાત્રા માર્ગમાં થશે જેથી પર્યાવરણને પ્લાસ્ટિકથી થતું નુકસાન બંધ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news