close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

જમ્મુ કાશ્મીર 0

1 dead 22 injured in grenade attack in srinagars lal chowk PT4M52S

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ હુમલો

જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી શ્રીનગરના લાલ ચોક પર થયેલા એક ગ્રેનેડ એટેકમાં એક બિહારી મુસલમાનનુંમ મોત થયું છે. મૃતક ચોક ખાતે રમકડાં વેચી રહ્યો હતો. આ હુમલામાં 22 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક લોકો આ હુમલોમાં ઘાયલ થયા છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Nov 4, 2019, 07:25 PM IST

જમ્મુ-કાશ્મીરઃ કુલગામમાં 5 બિન-કાશ્મીરી મજુરોની આતંકવાદીઓએ કરી હત્યા

સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં એક મજુર ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અુસાર માર્યા ગયેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હતા અને તેઓ અહીં રોજમદાર તરીકે કામ કરતા હતા. 

Oct 29, 2019, 10:00 PM IST

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના દ્રબગામમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ દ્રબગામમાં એક સ્કૂલમાં પરીક્ષ કેન્દ્ર પર તૈનાત સીઆરપીએફ પર 6-7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા માટે તૈનાત કરાઈ હતી. હજુ સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. 
 

Oct 29, 2019, 04:46 PM IST

જમ્મુ-કાશ્મીર કલમ-370: લશ્કરની હિટ લિસ્ટમાં પીએમ મોદી, અમિત શાહ, વિરાટ કોહલીનું નામ

લશ્કરે પોતાનું નવું નામ ઓલ-ઈન્ડિયા લશ્કર-એ-તૈયબા રાખ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયા પછી નવા નામથી સક્રિય થયેલા આ સંગઠને એક હિટ લિસ્ટ બહાર પાડ્યું છે. આ હિટ લિસ્ટ NIA ઓફિસને મોકલવામાં આવ્યું છે. મોકલનારાના નામના સ્થાને ઓલ ઈન્ડિયા લશ્કરે તૈયબા હાઈ પાવર કમિટિ, કોઝીકોડ, કેરળ લખ્યું છે. 

Oct 29, 2019, 03:50 PM IST

J & K : સોપોરના બસ સ્ટેન્ડમાં આતંકવાદીઓએ ફેંક્યો ગ્રેનેડ, 15થી વધુ ઘાયલ

આ ગ્રેનેડ હુમલો હોટલ પ્લાઝા નજીક 4.15 કલાકે કરાયો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે બાકીના લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સીઆરપીએફની 179 બટાલિયન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે.

Oct 28, 2019, 06:26 PM IST

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, 6 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યા પછી આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ ભાગતા પહેલા સુરક્ષા દળોની સામે ગોળીબાર પણ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ વળતા પ્રતિકાર તરીકે ગોળીબાર કર્યો હતો. 
 

Oct 26, 2019, 08:58 PM IST

જીસી મુર્મૂ બન્યા જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાધાકૃષ્ણ માથુર બનશે લદ્દાખના પ્રથમ LG

ગિરીશ ચંદ્ર મુર્મૂ જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે. લદ્દાખમાં રાધાકૃષ્ણ માથુર પ્રથમ ઉપરાજ્યપાલ બનશે. આ ઉપરાંત પી.એસ. શ્રીધરન પિલ્લઈને સિક્કિમના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. 

Oct 25, 2019, 09:04 PM IST

PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાન આપણું છે, પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરેલો છેઃ સેના પ્રમુખ

રાવતે વધુમાં જણાવ્યું કે, "જે વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી લીધો છે, તે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત નથી. અહીંના લોકોને આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પીઓકે હકીકતમાં પાકિસ્તાનનો એક આતંકવાદી નિયંત્રિત ભાગ છે."
 

Oct 25, 2019, 07:30 PM IST

VIDEO : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી સફળતા, અથડામણમાં 3 આતંકી ઠાર

આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ ઘરને ઘેરો નાખ્યો હતો. સુરક્ષા દળો દ્વારા ઘરને ઘેરી લેવાયા પછી આતંકવાદીઓએ સામે ગોળીબાર શરૂ કર્યો હતો. 
 

Oct 22, 2019, 09:21 PM IST

'હવે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારવામાં આવે છે': રેવાડીમાં પીએમ મોદી

પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, "યુપીએના કાળમાં આતંકવાદીઓ દેશમાં ઘુસીને બોમ્બ બ્લાસ્ટ કરી જતા હતા. તેઓ તેમને રોકી શક્તા ન હતા. અમારી સરકારે સત્તામાં આવ્યા પછી આતંકવાદીઓના ઘરમાં ઘુસીને તેમને માર્યા છે. જેમણે આતંકવાદનો પોષણ આપ્યું છે તેઓ વિશ્વની સામે આજે રોદણા રડી રહ્યા છે."

Oct 19, 2019, 05:33 PM IST

JKLF આતંકવાદી જાવેદ મીરની ધરપકડઃ 1990માં વાયુસેનાના અધિકારીઓની કરી હતી હત્યા

સમાચાર એજન્સી IANS એ સીબીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, 15 ઓક્ટોબરના રોજ બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર થયા પછી મીરની ધરપકડ કરાઈ છે. સીબીઆઈના અધિકારીઓએ મીરને તેના ઘરમાંથી ઉઠાવ્યો હતો. 
 

Oct 18, 2019, 04:29 PM IST
Terrorists Grenade Attack On DC Office In Jammu And Kashmir PT35S

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો DC ઓફિસ પર ગ્રેનેડ વડે હુમલો

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર કરી નાપાક હરકત, આતંકીઓએ અનંતનાગમાં DC ઓફિસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો, ગ્રેનેડ હુમલામાં ચાર થી પાંચ લોકોને ઈજા પહોંચી, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો

Oct 5, 2019, 03:35 PM IST

જમ્મુમાં પંચાયતની ચૂંટણી પહેલા નજરકેદ રાખવામાં આવેલા તમામ નેતાઓને કરાયા મુક્ત

આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, જમ્મુમાં સંપૂર્ણ શાંતિ છે તેના કારણે રાજકીય બંદીઓને મુક્ત કરવાનો નિર્ણય જમમુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા લેવાયો છે. જે નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં દેવેન્દ્ર સિંહ રાણા, રમન ભલ્લા, હર્ષદેવ સિંહ, ચૌધરી લાલ સિંહ, વિકાર રસુલ, જાવેદ રાણા, સુરજિત સલાથિયા અને સજ્જાદ અહેમદ કિચલુનો સમાવેશ થાય છે. જોકે, હજુ ટોચના રાજકીય નેતાઓ જેમ કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા નથી. 

Oct 2, 2019, 05:14 PM IST

કાશ્મીર પર ઈમરાનનું 'મધ્યસ્થતા કાર્ડ' ફેલ, ટ્રમ્પે કહ્યું, ભારતનું તૈયાર હોવું જરૂરી

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તગડો ઝટકો આપતા કહ્યું કે, જ્યાં સુધી ભારત નહીં ઈચ્છે ત્યાં સુધી હું મધ્યસ્થતા નહીં કરું. 
 

Sep 23, 2019, 11:56 PM IST

એલર્ટઃ પાકિસ્તાનનો 'આતંકી' પ્લાન OUT, કાશ્મીરમાં 19 હુમલા કરવાની તૈયારી

ગુપ્તચર રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં 237 આતંકવાદીઓ સક્રિય છે. જેમાં 166 સ્થાનિક આતંકવાદી છે, 107 પાકિસ્તાની આતંકવાદી છે. ઘાટીમાં સૌથી વધુ 112 આતંકવાદી લશ્કર-એ-તૈયબાના છે અને 100 આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીનના છે.
 

Sep 19, 2019, 09:30 PM IST

હવે થશે અંતિમ પ્રહાર, પીએમ મોદીએ શરૂ કર્યું PoK હાંસલ કરવાનું મિશન

ભારત પીઓકે પર 'તિરંગા ક્રાંતિ' કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 69મા જન્મ દિવસે પીઓકે હાંસલ કરવાનું મિશન શરૂ કરી દીધું છે. 
 

Sep 17, 2019, 08:58 PM IST

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં 5.0 તીવ્રતાનો ભૂકંપ, જાન-માલનું કોઈ નુકસાન નહીં

ભૂકંપના ઝટકાનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરની સરહદને અડીને આવેલા ચંબામાં હતું. હવામાન ખાતા અનુસાર હિમાલયની પ્લેટ ફરીથી સક્રિય થઈ હોવી જોઈએ. જેના કારણે ભારત અને પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 
 

Sep 9, 2019, 03:56 PM IST

J&K: પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યું, ભારતીય વિસ્તારોમાં ગોળીબારી કરી

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરીથી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. નૌશેરા અને સુંદરબની વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબારી કરી છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.

Sep 8, 2019, 12:19 PM IST

VIDEO : ભારતીય સેનાએ આતંકવાદીઓને આપી 'ચા', પુછ્યું- 'કેવી લાગી', તો મળ્યો આ જવાબ

સેનાએ એક પત્રકાર પરિષદમાં ધરપકડ કરેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો. આ વીડિયોમાં આતંકવાદીઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે 
 

Sep 4, 2019, 07:52 PM IST

પાકિસ્તાનની 1971થી પણ વધુ ખરાબ હાલત કરીશું, તેમની પેઢીઓ યાદ રાખશેઃ ભારતીય સેના

સેનાએ એક પત્રકાર પરિષદમાં ધરપકડ કરેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો. આ વીડિયોમાં આતંકવાદીઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે 
 

Sep 4, 2019, 03:54 PM IST