Results LIVE: UP, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ખીલ્યુ કમળ, પંજાબમાં ચાલ્યું AAPનું ઝાડૂ, કોંગ્રેસના સુપડાસાફ
Election Results LIVE Updates: વર્ષ 2022માં યૂપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ. કુલ 7 તબક્કામાં આ ચૂંટણીઓનું વોટિંગ થયું. જનતા જનાર્દને કોને સત્તાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે તેનો નિર્ણય આજે થશે. આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા. તેની પળેપળની અપડેટ અને સચોટ માહિતી સરળ રીતે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ZEE24કલાક અને તેના ડિજીટલ પ્લેટફોર્મ પર સરળ અને સચોટ રીતે આપ આ તમામ માહિતીઓ મેળવી શકો છો. સવારે 8 વાગ્યાથી આપ બન્ને પ્લેટફોર્મ પર પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામોની સતત લાઈવ અપડેટ મેળવી શકશો.
ZEE 24 કલાક અને ડિજિટલ પ્લેટફોર્મ પર જાણો જનાદેશની અપડેટ
યૂપી, પંજાબ, ઉત્તરાખંડ, મણીપુર, ગોવા વિધાનસભાની ચૂંટણીનું પરિણામ
પંજબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બલ્લે બલ્લે
ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં પણ ભગવો લહેરાયો
ચૂંટણીમાં 5માંથી 4 રાજ્યોમાં ખીલ્યું કમળ, કોંગ્રેસના સુપડાસાફ
Trending Photos
નવી દિલ્લીઃ મતગણતરી શરૂ થતાની સાથે જ પાંચેય રાજ્યોમાં શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો. યૂપીમાં ફરી એકવાર જબરદસ્ત બહુમત હાંસલ કરીને ભાજપે ભગવો લહેરાવ્યો. આ સાથે જ યૂપીમાં યોગી આદિત્યનાથે સતત બીજીવાર દેશના સૌથી મોટા રાજ્યમાં જનમત હાંસલ કરીને રાજનીતિનો નવો કિર્તીમાં સ્થાપિત કરીને એક નવો ઈતિહાસ રચી દીધો. ઉત્તરાખંડમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમત હાંસલ કરીને ભગવો લહેરાવી દીધો. જ્યારે મણિપુર અને ગોવામાં પણ કમળ ખીલેલું જોવા મળ્યું. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પૈકી પંજાબમાં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ચાલી ગયું. તેથી પંજાબમાં ભગવત માન આપના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તે નક્કી છે. પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં દરેક રાજ્યમાંથી કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા છે. અને સત્તાનો સ્વાદ ચાખવાનું કોંગ્રેસનું સપનું રોળાઈ ગયું છે.
ખાસ કરીને પંજાબનો ચૂંટણી જંગ પણ આ વખતે ખાસ્સો રસપ્રદ બની રહેવાની શક્યતા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ કોંગ્રેસના સુપડા સાફ કરી દીધાં છે. ચન્ની, સિદ્ધુ અને કેપ્ટને મળીને કોંગ્રેસની નાવડી ડૂબાડી દીધી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. સાથે જ કૃષિ કાયદા રદ્ થયા બાદ ભાજપ અહીં પોતાનો જનાધાર ઉભો કરવા મથી રહ્યો છે. અકાલી દળ ભાજપ સાથે છેડો ફાડી પોતાની લડાઈ લડી રહ્યું છે. કોંગ્રેસમાં પણ ચૂંટણી પહેલા ખાસ્સા ફેરબદલ થઈ ચૂક્યા છે. જ્યારે આંદોલનમાં જીત મેળવનારા ખેડૂતોએ પણ પોતાનો મોરચો બનાવ્યો છે. તેથી પંજાબના પરિણામો પર પણ સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચોઃ યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીએ PM મોદીનો માન્યો આભાર, દુનિયાએ જોઈ ભારતના પ્રધાનમંત્રીની દરિયાદિલી
UP, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સહિત પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ, જુઓ મતગણતરીની રેસમાં કોણ આગળ કોણ પાછળ:
ઉત્તર પ્રદેશનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો- 403
BJP+ 263
SP+ 126
BSP 07
CONG 06
OTH 01
-------------------------------------------------
પંજાબનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો- 117
AAP 89
CONG 18
SAD 06
BJP 03
OTH 01
-------------------------------------------------
ઉત્તરાખંડનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો- 70
BJP 47
CONG 20
BSP 02
AAP -
OTH 01
------------------------------------------------
મણિપુરનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો- 60
BJP 25
CONG 11
NPF 06
NPP 11
OTH 07
-----------------------------------------------
ગોવાનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો- 40
BJP 19
CONG 12
MGP 04
AAP 02
OTH 04
--------------------------------------
ઉલ્લેખનીય છેકે, વર્ષ 2024માં ફરી એકવાર મોદી સરકારની અગ્નિપરિક્ષા થશે. શું દેશ ત્રીજાવાર ભાજપને જનમત આપીને મોદી સરકારને ફરી દેશની કમાન સોંપવા માંગે છે? હાલ આ સવાલની આસપાસ જ ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પણ પોતાનું ગણિત ગણી રહ્યાં છે. ત્યારે વર્ષ 2024 યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં દેશભરમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે. જેને ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ તરીકે માનવામાં આવે છે. કારણકે, આ ચૂટણીઓની સીધી અસર આગામી લોકસભામાં દેખાશે. ત્યારે આજે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જેના પર સૌ કોઈની મીંટ મંડાયેલી છે. રાજ્યપક્ષોની સાથો-સાથ સામાન્ય જનસમુદાય પણ આ ચૂંટણીઓના પરિણામો પર વિશેષ રસ રાખી રહ્યો છે. આ ચૂંટણીઓના પરિણામો આગામી સમયમાં દેશનું ભાવિ નક્કી કરશે એવું કહેવું પણ અતિશ્યોક્તિ નહીં હોય.
આ પણ વાંચોઃ ભારત પાસે છે આ 5 ઘાતક હથિયારો, જેનાથી ડરે છે દુનિયા આખી! ચીન અને પાકિસ્તાનની ઊંઘ થઈ ગઈ છે હરામ
2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થયું હતું. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાઈ. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન કરવામાં આવ્યું. બીજી તરફ મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ કરવામાં આવ્યું. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન કરવામાં આવ્યું. જ્યારે આજે 10 માર્ચે તમામ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના મતો ગણતરી હાથ ધરવામાં આવી છે. તમામ પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો આજે સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
આ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કર્યું. જેમાં કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેના પરિણામો આજે સવારે 8 વાગ્યા પછી લાઈવ જાણી શકાશે.
જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા હતા. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ કરવામાં આવી હતી. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે