Electricity Bill: શિયાળામાં પણ વધુ આવી રહ્યું છે લાઇટ બિલ, તો કરો આ કામ, ચોક્કસ ઘટી જશે

Electricity: આજે દરેક વ્યક્તિને વીજળીની જરૂર પડે છે. દરેક ઘર અને ઓફિસમાં વીજળીની જરૂરિયાત છે. એવામાં લોકોને વીજળીનું બિલ પણ ભરવું પડે છે. શિયાળામાં લોકોએ વીજળીના બિલમાં બચત કરવા માટે કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ. ચાલો તેના વિશે જાણીએ...

Electricity Bill: શિયાળામાં પણ વધુ આવી રહ્યું છે લાઇટ બિલ, તો કરો આ કામ, ચોક્કસ ઘટી જશે

Electricity Bill: ઉનાળાની સિઝનમાં મોટાભાગે વિજળીના બિલથી પરેશાન રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે કૂલરથી માંડીએ એસી અને પંખા ચાલે છે. શિયાળામાં સામાન્ય રીતે લાઇટ બિલ ઓછું આવે છે, કારણ કે વિજળીનો વપરાશ ઓછો હોય છે. જોકે કેટલાક લોકો શિયાળામાં પણ મસમોટા વિજળી બિલથી પરેશાન રહે છે. જો તમે પણ શિયાળામાં વિજળીનું બિલ વધુ આવી રહ્યું છે તો તમે તમને જણાવીશું કે તેને કેવી રીતે ઓછો કરી શકો છો. 

તમે ગમે તેટલી મહેનત કરો, વીજળી બિલ એવી વસ્તુ છે જે ટાળી શકાતી નથી. સખત શિયાળાના મહિનાઓ દરમિયાન તમારું વીજળીનું બિલ વધારે થઈ શકે છે, જે ક્યારેક તમારા આખા મહિનાનું બજેટ બગાડી શકે છે. તો, શું તમે જાણવા માગો છો કે તમારા વીજળીના બિલનો આંચકો કેવી રીતે ઓછો કરવો? એવામાં, અમે તમને તે ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે શિયાળામાં વીજળીના બિલને બચાવી શકો છો.

સ્માર્ટ બલ્બનો ઉપયોગ કરો
જો તમે તમારા બલ્બને LED લાઇટમાં બદલ્યા નથી, તો હવે સમય આવી ગયો છે! LED બલ્બ નિયમિત બલ્બ કરતાં ઓછામાં ઓછી 75% ઓછી ઉર્જા વાપરે છે અને 25 ગણા લાંબા સમય સુધી ચાલે છે.

જ્યારે તમે ઉપકરણોનો ઉપયોગ ન કરતા હો ત્યારે તેને અનપ્લગ કરો
કોઈપણ ઉપકરણને બંધ કરવાને બદલે તેને અનપ્લગ કરવાની આદત બનાવો. બંધ કરેલી વસ્તુઓ પણ જ્યારે પ્લગ ઇન હોય ત્યારે વીજળી ખેંચે છે.

ઠંડા પાણીથી કપડાં ધોવા
જ્યારે તમે શિયાળામાં કોઈપણ કામ કરવા જાઓ ત્યારે ગરમને બદલે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનું વિચારો. શા માટે? કારણ કે કપડાં ધોવામાં વપરાતી 90% વીજળી પાણી ગરમ કરવામાં ખર્ચાય છે.

- જો તમારું બિલ ઘણું વધારે છે અને વપરાશ ઓછો છે, તો તમે તેની ફરિયાદ વીજળી વિભાગને કરી શકો છો, જેના પછી તેની તપાસ કરવામાં આવશે.

-  જો મીટરમાં કંઈ ખોટું ન હોય તો શક્ય છે કે તમારા ઘરમાં ગીઝર અથવા ઇમલ્સન રોડનો વધુ પડતો ઉપયોગ થયો હોય. આ માટે તમારે સજાગ રહેવાની જરૂર છે.

-  ધ્યાનમાં રાખો કે ગીઝરને સતત કેટલાક કલાકો સુધી ચાલુ ન છોડો; સભ્ય સ્નાન કર્યા પછી તરત જ તેને બંધ કરી દો. એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરો કે પરિવારના મોટાભાગના સભ્યો એક પછી એક સ્નાન કરે.

-  જો ઘરમાં હીટરનો ઉપયોગ થતો હોય તો તેને ઓછો કરો અને ઘરને કુદરતી રીતે ગરમ રાખો. આ સિવાય ફ્રિજનું તાપમાન પણ તપાસો. ધ્યાનમાં રાખો કે ઉપયોગ કર્યા પછી તમામ ઉપકરણો સંપૂર્ણપણે બંધ હોવા જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news