'ઉર્દુ શાયરીમાં ગીતા' લખનાર મશહુર શાયર અનવર જલાલપુરીનું નિધન

મશહુર શાયર અનવર જલાલપુરીનું આજે નિધન થઈ ગયું છે અને મૃત્યુ સમયે તેમની ઉંમર લગભગ 70 વર્ષની હતી 

'ઉર્દુ શાયરીમાં ગીતા' લખનાર મશહુર શાયર અનવર જલાલપુરીનું નિધન

લખનૌ : લોકપ્રિય શાયર અનવર જલાલપુરીનું આજે નિધન થઈ ગયું છે. તેઓ લગભગ 70 વર્ષના હતા. જલાલપુરીના દીકરા શાહકારે જણાવ્યું છે કે તેમના પિતાએ લખનૌ સ્થિત ટ્રોમા સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા હતા. તેમણે જણાવ્યું છે કે જલાલપુરીને 28 ડિસેમ્બરે ઘરમાં બ્રેઇન એટેક પછી કિંગ જ્યોર્જ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમણે સવારે સવા નવ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. 

જલાલપુરીને કાલે બપોરે જોહરની નમાજ પછી આંબેડકરનગર સ્થિત પૈતૃક સ્થળ જલાલપુરમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. મુશાયરોને જીવંત કરનાર જલાલપુરીએ ‘राहरौ से रहनुमा तक‘ ‘उर्दू शायरी में गीतांजलि‘ તથા ભગવતગીતાના ઉર્દુ સંસ્કરણ ‘उर्दू शायरी में गीता’ પુસ્તકો લખ્યા અને એના ભારે વખાણ કરવામાં આવ્યા હતા. તેમણે ‘અકબર ધ ગ્રેટ’ સિરિયલના સંવાદ પણ લખ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news