Farmers Violence: ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ બદલાયું ખેડૂતોનું વલણ, રદ થઇ શકે છે ખેડૂતોની સંસદ માર્ચ

ગણતંત્ર દિવસ (Republic Day 2021)ના રોજ આંદોલનકારી ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન મોટી સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારી બેરિયર તોડવા માટે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને તેની પ્રાચીર પર તે સ્તંભ પર એક ધાર્મિક ધ્વજ લગાવી દીધો, જ્યાં 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી ભારતનો તિરંગો લહેરાવે છે.

Farmers Violence: ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ બદલાયું ખેડૂતોનું વલણ, રદ થઇ શકે છે ખેડૂતોની સંસદ માર્ચ

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day) પર ટ્રેક્ટર પરેડ (Tractor Parade) માં થયેલી હિંસા બાદ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) ને લઇને સતત સવાલ ઉભા થઇ રહ્યા છે. આ દરમિયાન આંદોલનને લઇને ખેડૂતોનું વલણ બદલાઇ રહ્યું છે અને હવે ખેડૂતોની સંસદ માર્ચ (Parliament March) રદ થઇ શકે છે. 

1 ફેબ્રુઆરીના રોજ સંસદ માર્ચ કરવાના હતા ખેડૂતો
તમને જણાવી દઇએ કે કૃષિ કાયદા (Agriculture Laws) ના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ 1 ફેબ્રુઆરીના રોજ સંસદ માર્ચ કરવાની જાહેરાત કરી હતી, જે દિવસે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરવાનું છે. ખેડૂત સંગઠનોની બેઠકમાં સંસદ માર્ચને રદ કરવાનો નિર્ણય થઇ શકે છે. 

પ્રદર્શનકારીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો પોતાનો ધ્વજ
તમને જણાવી દઇએ કે ગણતંત્ર દિવસ (Republic Day 2021)ના રોજ આંદોલનકારી ખેડૂતોની ટ્રેકટર પરેડ (Tractor Parade)  દરમિયાન મોટી સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારી બેરિયર તોડવા માટે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને તેની પ્રાચીર પર તે સ્તંભ પર એક ધાર્મિક ધ્વજ લગાવી દીધો, જ્યાં 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી ભારતનો તિરંગો લહેરાવે છે.

લાલ કિલ્લામાં ઘૂસેલા પ્રદર્શનકારીઓએ જોરદાર ઉત્પાત મચાવ્યો અને ટિકીટ કાઉન્ટરમાં પણ તોડફોડ કરી. પોલીસે રાત્રે સાડા દસ વાગ્યા સુધી પ્રદર્શનકારીઓનથી મુક્ત કરાવ્યો અને ધાર્મિક ધ્વજને દૂર કર્યો. હજારો પ્રદર્શન કારીઓ  ઘણા સ્થળે પોલીસ સાથે આમને સામને આવી ગયા અને આસપાસના વિસ્તારોમાંન અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news