શિવસેના ધારાસભ્યોનો દાવો, પહેલાં જ કેબિનેટ બેઠકમાં માફ થશે ખેડૂતોનું દેવું

શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય વિનાયક રાઉત (Vinayak Raut) એ કહ્યું કે અમે મહારાષ્ટ્ર (Maharashtra)ના ખેડૂતોના માટે કામ કરીશું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પહેલાં જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોની લોન માફ કરી દેશે. ઠાકરે મહારાષ્ટ્રની જનતા માટે કામ કરશે. 

શિવસેના ધારાસભ્યોનો દાવો, પહેલાં જ કેબિનેટ બેઠકમાં માફ થશે ખેડૂતોનું દેવું

મુંબઇ: શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય વિનાયક રાઉત (Vinayak Raut) એ કહ્યું કે અમે મહારાષ્ટ્ર (Maharashtra)ના ખેડૂતોના માટે કામ કરીશું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પહેલાં જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોની લોન માફ કરી દેશે. ઠાકરે મહારાષ્ટ્રની જનતા માટે કામ કરશે. 

બીજી તરફ મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાનું વિશેષ સત્ર 8 વાગે બોલાવામાં આવ્યું છે. પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ અપાવી રહ્યા છે. સાથે જ સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરાવવો પડશે. 

જોવાનું રસપ્રદ એ હશે કે શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કોંગ્રેસ મળીને (Congress) મળીને બની રહેલા વિકાસ અઘાડી ગઠબંધનના પક્ષમાં કેટલા વોટ પડે છે. ફ્લોર ટેસ્ટની પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ થશે. એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. 

તમને જણાવી દઇએ કે (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) 28 નવેમ્બરે એટલે કે ગુરૂવારે મુખ્યમંત્રી પદની શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન મુંબઇના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના ધ્યક્ષ બાલાસાહેબ થોરાત (Balasaheb Thorat) એ પત્રકારોને આ જાણકારી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news