રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું- ખેડૂતોની વાતને સમજે સરકાર, રદ થાય કૃષિ કાયદો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરનાર નેતાઓમાં શરદ પવાર, રાહુલ ગાંધી, સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઇ મહાસચિવ ડી રાજા અને ડીએમકે નેતા ટીકે એસ ઇલેનગોવન હતા. 

રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું- ખેડૂતોની વાતને સમજે સરકાર, રદ થાય કૃષિ કાયદો

નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન વચ્ચે વિપક્ષો દળોનું એક પ્રતિનિધિમંડળે બુધવારે રામનાથ કોવિંદ સાથે મુકાલાત કરી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત વિપક્ષના 5 નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ એક સુરમાં કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની વાતને સમજે.  

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોએ દેશનો પાયો નાખ્યો છે. તે દિવસ રાત કામ કરે છે. આ કાયદો ખેડૂતોના હિતમાં નથી. ત્રણેય બિલ સંસદમાં ચર્ચા વિના પાસ કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોની શક્તિ સામે કોઇ ઉભું રહી શકે નહી. હિંદુસ્તાનનો ખેડૂત હટશે નહી, ડરશે નહી. જ્યાં સુધી કાયદો રદ નહી ત્યાં સુધી તે અડગ રહેશે.  

— ANI (@ANI) December 9, 2020

તો બીજી તરફ સીપીએમ નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને જ્ઞાપન સોંપ્યું છે. અમે કૃષિ કાયદા અને વિજળી સંશોધન બિલને રદ કરવા માટે કહી રહ્યા છીએ, જે બિન લોકતાંત્રિક રીતે મંજૂર કર્યા હતા. એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે આ ઠંડીમાં દેશના ખેડૂત રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. તે નારાજ છે. સરકારની ડ્યૂટી છે કે કે સમાધાન નિકાળે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા ઘણા વિપક્ષી દળોને ખેડૂત આંદોલને પોતાનું સમર્થન આપ્યું ચે અને ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી છે. આ મુદ્દે 5 વિપક્ષી દળોના નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરનાર નેતાઓમાં શરદ પવાર, રાહુલ ગાંધી, સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઇ મહાસચિવ ડી રાજા અને ડીએમકે નેતા ટીકે એસ ઇલેનગોવન હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news