બેંગ્લુરુ: એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગ, 100 ગાડીઓ ભડ ભડ સળગી ઉઠી

બેંગ્લુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શો 2019માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. 

બેંગ્લુરુ: એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગ, 100 ગાડીઓ ભડ ભડ સળગી ઉઠી

નવી દિલ્હી: બેંગ્લુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શો 2019માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કાર્યક્રમ સ્થળના પાસે પાર્કિંગ ક્ષેત્રમાં આજે ભીષણ આગ લાગી છે. પાર્કિંગ ક્ષેત્રમાં ઊભેલી અનેક કાર સહિતના વાહનો આ આગની ચપેટમાં આવી ગયા છે. હાલ ત્યાં અફરાતફરીનો માહોલ છે. એવું કહેવાય છે કે પાર્કિંગ પાસે સૂકા ઘાસમાં આગ લાગવાના કારણે આગ લાગી અને તે ઝડપથી ફેલાઈ. જોત જોતામાં તો પાર્કિંગમાં ઊભેલી 80થી 100 કારો આ આગની ચપેટમાં આવી ગઈ. અત્રે જમાવવાનું કે અગાઉ પણ એરો ઈન્ડિયા શોના ઉદ્ધાટન પહેલા એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં સાહિલ ગાંધી નામના પાઈલટે જીવ ગુમાવ્યો હતો. 

મળતી માહિતી મુજબ અનેક કારો એક સાથે ભડ ભડ સળગી ઉઠી. આકાશમાં જાણે ધૂમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતાં. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે તરત મોરચો સંભાળી લીધો હતો. 

— ANI (@ANI) February 23, 2019

હરિયાણાના હિસારના રહીશ સાહિલ ગાંધી શોના ઉદ્ધાટનના એક દિવસ પહેલા 19 ફેબ્રુઆરીના રોજ પ્રેક્ટિસ દરમિયાન બીજા વિમાન સાથે ટકરાઈ ગયા હતાં. આ અકસ્માતમાં બે પાઈલટો બચી ગયા હતાં જ્યારે સાહિલના વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થવાના કારણે તેઓ વિમાનમાંથી બહાર નીકળી શક્યા નહીં અને તેમનું મોત નિપજ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news