Delhi: ગાંધી નગર માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાયરની 21 ગાડીઓ ઘટનાસ્થળે
Delhi Fire: દેશની રાજધાની દિલ્હીના ગાંધી નગર વિસ્તારમાં માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની કવાયત ચાલુ છે.
Trending Photos
દેશની રાજધાની દિલ્હીના ગાંધી નગર વિસ્તારમાં માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની કવાયત ચાલુ છે. દિલ્હીના ગાંધી નગર માર્કેટમાં એક પ્લાયબોર્ડની દુકાનમાં આગ ફાટી નીકળી. વહેલી પરોઢી આગ લાગી. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
ફાયર બ્રિગેડના એક અધિકારી રાજેન્દ્રએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે પ્લાયબોર્ડની એક દુકાનમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવાની કોશિશ થઈ રહી છે. હાલ ફાયરની 21 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ કાબૂમાં લેવાની કોશિશ કરી રહી છે. તેમણે જણાવ્યું કે પ્લાયબોર્ડની દુકાનમાં આગ લાગવાની સૂચના આજે સવારે 4.07 વાગે મળી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ગાડીઓ આગ બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ. પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.
#WATCH | "...Initially three to four of our vehicles reached the spot after we received the information of a fire at a plywood shop...At present 21 vehicles are working at the fire scene. The fire is under control but will take some time to douse off since plywood is… pic.twitter.com/rtgweE3ews
— ANI (@ANI) August 9, 2023
જો કે રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાના કારણો અંગે ભાળ મેળવવામાં આવી રહી છે. ઘટના અંગે દુકાનમાલિક અમનદીપે જણાવ્યું કે આગ આજે સવારે 3.30 વાગે લાગી. આગ લાગ્યાના 15 મિનિટ બાદ મને મારા ભાઈનો ફોન આવ્યો. હું સૂઈ રહ્યો હતો. આગ દુકાનના પાછલા ભાગમાં ક્યાંક લાગી હતી. અમે પોલીસ પાસે મદદ માંગી અને ફાયરકર્મીઓ જલદી આગ બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા.
#WATCH | Fire broke out in a plyboard shop in Delhi's Gandhi Nagar market. Several fire tenders at the spot. Further details awaited. pic.twitter.com/QSGSB0V1Uk
— ANI (@ANI) August 9, 2023
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે