બુચા નરસંહાર પર વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

યુક્રેનના બુચા શહેરમાં થયેલા કથિત નરસંહાર પર વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોહી વહાવીને તથા માસૂમને મારીને કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં.

બુચા નરસંહાર પર વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: યુક્રેનના બુચા શહેરમાં થયેલા કથિત નરસંહાર પર વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોહી વહાવીને તથા માસૂમને મારીને કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેને વાતચીત દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ અને જો ભારત તેમાં મધ્યસ્થતા કરશે તો અમને ખુશી થશે. 

યુક્રેનની સ્થિતિ પર લોકસભામાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રીએ આ વાતો જણાવી. તેમણે કહ્યું કે ભારત કોઈ પણ સંઘર્ષની વિરુદ્ધ છે. લોહી વહાવીને તથા માસૂમોની હત્યા કરીને સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. આજના સમયમાં વાતચીત અને કૂટનીતિથી કોઈ પણ વિવાદને ઉકેલી શકાય છે. તેમણે બુચા શહેરમાં નાગરિકોની હત્યાની નિંદા કરતા સ્વતંત્ર તપાસ કરાવવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે અમે એ જ નિર્ણય લઈ રહ્યા છીએ જે આપણા હિતમાં છે. આવી કપરી પરિસ્થિતિમાં દરેક દેશ એવી નીતિઓ અપનાવે છે જે તેના લોકોને સુરક્ષા આપે. 

જયશંકરે કહ્યું કે ભારત જો કોઈની સાઈડ લેશેતો તે શાંતિની હશે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેને વાતચીત કરવી જોઈએ. જયશંકરે જણાવ્યું કે ભારત પ્રવાસ પર આવેલા રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવને પણ આ જ સંદેશ અપાયો હતો. જો ભારત તેમાં કોઈ મદદ કરી શકે તો અમને ખુશી થશે. 

— ANI_HindiNews (@AHindinews) April 6, 2022

લોકસભામાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે યુક્રેનના સંઘર્ષે માત્ર દુનિયા જ નહીં પરંતુ ભારતની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. અન્ય દેશોની જેમ જ આપણે પણ એ જ કર્યું જે  આપણા હિતમાં હતું. તેમણે કહ્યું કે આજના સમયમાં દરેક દેશ એક બીજા પર નિર્ભર છે. આથી ભલે કોઈ દેશ પોતાના શબ્દોથી પોતાની સ્થિતિ જણાવી રહ્યો હોય પરંતુ તે પણ એ જ નીતિઓ અપનાવે છે જે તેના પોતાના લોકોના ભલાઈમાં હોય. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ભારતે શું કરવું જોઈએ? જ્યારે ઉર્જા (તેલ અને ગેસ)ના ભાવ વધી રહ્યા હતા ત્યારે અમે એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે ભારતના નાગરિકો પર તેનો કોઈ પણ પ્રકારે બોજો ન વધે. 

— ANI (@ANI) April 6, 2022

અત્રે જણાવવાનું કે આ અગાઉ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ભારતે બુચા નરસંહારની નિંદા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ ત્રિમૂર્તિએ કહ્યું હતું કે બુચાથી આવી રહેલા રિપોર્ટ્સ પરેશાન કરનારા છે અને તેની સ્વતંત્ર તપાસની જરૂર છે. તેમણે કહ્યું હતું કે જ્યારે માસૂમના જીવ પર વાત આવે છે તો ફક્ત્ને ફક્ત કૂટનીતિના રસ્તે જ શાંતિ સ્થાપિત કરી શકાય છે. 

યુક્રેનની રાજધાની કીવ નજીક બુચા શહેરમાં સેંકડો લાશ મળી આવી છે. આ લાશો રસ્તાઓ પર પડી છે. યુક્રેનનો દાવો છે કે રશિયાના સૈનિકોએ આ લોકોની હત્યા કરી છે. બુચાના ડેપ્યુટી મેયર ટારસ શપ્રાવસ્કીએ દાવો કર્યો છે કે અહીં 300થી વધુ લાશ મળી છે. જેમાંથી 50 લાશ એવી છે જેમની સાથે બર્બરતા આચરવામાં આવી છે. જો કે રશિયાએ તેને યુક્રેનનો પ્રોપગેન્ડા ગણાવ્યો છે. આ તસવીરો સામે આવ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ તેને નરસંહાર ગણાવ્યો છે. આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર વોર ક્રિમિનલનો કેસ ચલાવવાની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news