VHPના જવાબમાં તોગડિયાએ બનાવ્યું નવુ સંગઠન: BJPની મુશ્કેલીઓ વધારશે
તોગડિયાએ મોદી સરકાર સમક્ષ હિંદુ માંગણી રજુ કરતા રામ મંદિર નિર્માણ, સમાન નાગરિક સંહિતા, કાશ્મીમાંથી કલમ 370 ખતમ કરવા સહિત અન્ય માંગણીઓ આ વર્ષે ઓક્ટોબર સુધી પુરી કરવા માટેનો સમય આપ્યો
Trending Photos
નવી દિલ્હી : વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના પુર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ હિન્દુત્વવાદી સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ (અહિપ)ની રચના કરીને આગાી લોકસભા ચૂંટણી પહેલા ઓક્ટોબરમાં અયોધ્યા કૂચ સાથે નવું રાજનીતિક દળ બનાવવાનાં સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તોગડિયાએ રવિવારે અહિપનાં ઉદ્ધાટન સમ્મેલનમાં કેન્દ્રમાં મોદી સરકાર સમક્ષ હિંદુ માંગણીઓ રજુ કરતા રામ મંદિર નિર્માણ, સમાન નાગરિક સંહિતા, ગૌ હત્યા પ્રતિબંધિત કરવા, મુસ્લિમ સમુદાયનો લઘુમતીનો પંચ ભંગ કરવા અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 રદ્દ કરવા સહિત અન્ય માંગણીઓ આ વર્ષે ઓક્ટોબર સુધી પુરી કરવા માટેની મોહલત આપી દીધી.
તોગડિયાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી દ્વારા ચૂંટણી પુર્વ કરવામાં આવેલા આ વચનોની પુર્તિ જો આગામી ચાર મહિનામાં નહી થાય તો આગામી લોકસભા ચૂંટણીમાં અબકી બાર હિંદુ સરકારનાં નારા સાથે તેને હિન્દુત્વવાદી રાજનીતિક વિકલ્પ આપવો પડશે.
હિંદૂ હિતોને આગળ રાખવાનો ઇરાદો
તોગડિયાએ કહ્યું કે, અહિપની રચનાનો ઇરાદો અયોધ્યામાં રામમંદિરની સાથે કાશી અને મથુરાનાં વિવાદિત મુદ્દાઓનો ઉકેલ કરાવવો, ગૌહત્યાનો પ્રતિબંધિત કરાવવા અને કાશ્મીરી હિન્દુઓની ઘરે પરત ફરવા માટેની વાપસી સુનિશ્ચિત કરતા હિંદુ હિતોને આગળ રાખવાની છે. તેમણે જણાવ્યું કે, ઓક્ટોબરમાં લખનઉથી અયોધ્યા કુચ કરીને આ અભિયાનની દેશવ્યાપી શરૂઆત કરશે.
સંગઠનની માંગણીઓ અંગે જનતાનું મંતવ્ય માંગશે
જો કે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સંગઠનનું ઢાંચો ઉભો કરવાનું કામ તેઓ પહેલાથી જ ચાલુ કરી ચુક્યા છે. તેનાં માટે દેશનાં એક લાખ ગામોમાં હસ્તાક્ષરઅભિયાન ચલાવીને સંગઠનની માંગણીઓ પર જનતાનુ મંતવ્ય માંગવામાં આવશે. સાથે જ સંગઠનનાં અલગ અલગ એકમો સ્વરૂપે રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય કિસાન પરિષદ, રાષ્ટ્રીય મજદુર સંઘ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, નવ યુવતીઓ માટે ઓજસ્વીની અને રાષ્ટ્રીય છાત્ર પરિષદની પણ રચના કરતા હિન્દુ હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે.
સંગઠનનાં રાજનીતિક એજન્ડાનાં સવાલ અંગે તોગડિયાએ પોતાનાં અભિયાનને હિંદુ વોટબેંકને એકત્ર કરવા માટેની કાર્યયોજના બનાવી. તેમણે કહ્યું કે, રાજનીતિક વિકલ્પની પુર્તિ સાથે જોડાયેલી આ કાર્યયોજનાને ઓક્ટોબરમાં જ ખુલાસો કરશે.
તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, રાજનીતિમાં આવવાનો તેમનો ઇરાદો નથી પરંતુ આઝાદ ભારતમાં હિંદુ હિતોને સતત અનદેખી કરવાનાં કારણે તેમને રાજનીતિક વિકલ્પનો માર્ગ પસંદ કરવો પડ્યો. તોગડિયાએ કહ્યું કે, અહિપે ભાજપ સહિત તમામ દળોને તેમની માંગણીઓ પુરી કરવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે. એવું નહી હોવા અંગે દેશનાં 20 કરોડ હિંદુ મતદાતાઓ અગલી બાર હિંદુ સરકારનાં લક્ષ્યની પુર્તિ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે