Gautam Adani Case: અદાણી કેસમાં હવે દેશના દિગ્ગજ વકીલે સંભાળ્યો મોરચો, કહ્યું- ચાર્જશીટમાં ગૌતમ અદાણીનું નામ જ નથી

અમેરિકી એજન્સીઓ તરફથી અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો બાદ સંસદમાં વિપક્ષે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. સંસદમાં અદાણી મુદ્દે સતત થઈ રહેલા હંગામા બાદ સદન સ્થગિત થઈ રહ્યા છે. હવે આ કેસમાં દેશના દિગ્ગજ વકીલ અને પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતોગીનું પણ નિવેદન આવ્યું છે. જાણો તેમણે શું  કહ્યું?

Gautam Adani Case: અદાણી કેસમાં હવે દેશના દિગ્ગજ વકીલે સંભાળ્યો મોરચો, કહ્યું- ચાર્જશીટમાં ગૌતમ અદાણીનું નામ જ નથી

અમેરિકી એજન્સીઓ તરફથી અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો બાદ સંસદમાં વિપક્ષે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. સંસદમાં અદાણી મુદ્દે સતત થઈ રહેલા હંગામા બાદ સદન સ્થગિત થઈ રહ્યા છે. વિપક્ષ અદાણી કેસ પર લગાતાર સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યો છે. આ આરોપો પર હવે અદાણી સમૂહે પોતાનું નિવેદન બહાર પાડીને સફાઈ આપી છે. કંપનીએ તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી કે વિનીત જૈન વિરુદ્ધ US DOJના અભિયોગ કે US SECની સિવિલ ફરિયાદ કોઈ આરોપ નથી. અદાણી કેસમાં તેમણે ગૌતમ અદાણીના પક્ષમાં પોતાની વાત કહી અને આરોપોને રાજનીતિથી  પ્રેરિત ગણાવ્યા. 

અદાણીના પક્ષમાં આવ્યા દેશના દિગ્ગજ વકીલ
બીજી બાજુ અદાણી કેસમાં હવે દેશના દિગ્ગજ વકીલ અને પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતોગીનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ચાર્જશીટમાં ગૌતમ અદાણી કે તેમના પરિવારના કોઈ પણ સભ્યની વિરુદ્ધ આરોપ નથી. મુકુલ રોહતોગીએ મીડિયા સામે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે ચાર્જશીટ જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે ગૌતમ અદાણી કે પરિવારના અન્ય વ્યક્તિઓના નામ સામેલ નથી. લાંચ આપવાના સ્પષ્ટ પુરાવા પણ નથી. તેમણે કહ્યું કે અમેરિકામાં દાખલ કેસની ચાર્જશીટમાં અઝૂર પાવરના કેટલાક અધિકારીઓની સાથે સાથે એક વિદેશી રોકાણકારનું પણ નામ સામેલ છે. 

લાંચ આપવાના પુરાવા નથી
તેમણે એમ પણ કહ્યું કે ચાર્જશીટમાં એ વાત પણ સ્પષ્ટ નથી કે કોને અને કેટલી લાંચ અપાઈ. કયા કોન્ટ્રાક્ટ માટે લાંચ આપવાની વાત કરવામાં આવી રહી છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું કે અદાણી સમૂહ પર જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે પુરાવા વગરના અને પાયાવિહોણા છે. અમેરિકી લાંચ કાંડ મામલે અદાણીનો પક્ષ રજૂ કરતા તેમણે કહ્યું કે કારણ વગર તેને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસન નેતા રાહુલ ગાંધી પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો. મહેશ જેઠમલાણીએ કહ્યું કે જાણી જોઈને અદાણી સમૂહ વિરુદ્ધ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ આરોપો અને હંગામાનો હેતુ અદાણીના શેરો પર પ્રભાવ નાખવાનો છે. જેથી કરીને કંપનીની સાથે સાથે રિટેલ રોકાણકારોને પણ નુકસાન થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news