સમલૈંગિક વિવાહ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, જેંડર કોઈના જનનાંગો કરતાં પણ વધુ જટિલ

Same Sex Marriage: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેંચ કેન્દ્રની એ દલીલનો જવાબ આપી રહી હતી કે સ્પેશિયલ મેરેજ એક્ટ સહિતના કાયદાઓ "જૈવિક પુરુષ અને જૈવિક સ્ત્રી" વચ્ચેના વિજાતીય લગ્નોને જ માન્યતા આપે છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે પણ આ મુદ્દે સુનાવણી યથાવત હતી.

સમલૈંગિક વિવાહ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, જેંડર કોઈના જનનાંગો કરતાં પણ વધુ જટિલ

Same Sex Marriage: મંગળવારે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે "પુરુષની પૂર્ણ અવધારણા અથવા સ્ત્રીની પૂર્ણ અવધારણા" નથી. પ્રશ્ન એ નથી કે તમારા જનનાંગો શું છે, પરંતુ આ તેના કરતાં વધુ જટિલ બાબત છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેંચ કેન્દ્રની એ દલીલનો જવાબ આપી રહી હતી કે સ્પેશિયલ મેરેજ એક્ટ સહિતના કાયદાઓ "જૈવિક પુરુષ અને જૈવિક સ્ત્રી" વચ્ચેના વિજાતીય લગ્નોને જ માન્યતા આપે છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે પણ આ મુદ્દે સુનાવણી ચાલી હતી.

આ પણ વાંચો:

કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુનાવણી કરતીં બેંચને જણાવ્યું હતું કે સ્થિરતા પહેલા નક્કી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે તે પહેલા આ મામલે સામેલ મુદ્દાઓને સમજવા માંગશે. મહેતાએ ખંડપીઠને કહ્યું કે આ મામલો સંસદના કાર્યક્ષેત્રમાં આવે છે. સોલિસિટર જનરલે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા સામાજિક સંબંધોની રચના અંગે નિર્ણય લેવા માટે સંસદ એકમાત્ર બંધારણીય રીતે સ્વીકાર્ય મંચ છે. 

આ દલીલ પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે કોર્ટને એ જણાવી ન શકાય કે નિર્ણય કેવી રીતે લઈ શકાય છે. તે અરજી કરનારાઓનો પક્ષ સાંભળવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે તર્કોને વ્યક્તિગત વિવાહ કાયદાથી દુર રાખવા જોઈએ અને માત્ર વિશેષ વિવાહ અધિનિયમ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

સીજેઆઈને જવાબ આપતાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, તો પછી સરકારને નક્કી કરવા દો કે તે આ કાર્યવાહિઓમાં કેટલો ભાગ લેવા ઈચ્છે છે. હાલ લગ્ન એક જૈવિક પુરુષ અને એક જૈવિક મહિલાના મિલન સુધી મર્યાદિત છે.  આ દલીલ પર ભારતના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે એક વ્યક્તિની ધારણા પૂર્ણ નથી અને કોઈના જનનાંગની શારીરિક વિશેષતાઓની સરખામણીમાં આ વધારે જટિલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news