મમ્મીને નહિ ગમ્યો દીકરીનો અશ્લીલ ડાન્સ, સ્ટેજ પરથી ખેંચીને લઈ ગઈ

Girl Dance Video:  આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી સ્ટેજ પર ડાન્સ કરીને ધમાલ મચાવી રહી છે, ત્યારે જ અચાનક તેની મમ્મી આવી ચઢે છે, પછી શું થાય છે તે વીડિયોમાં જુઓ
 

મમ્મીને નહિ ગમ્યો દીકરીનો અશ્લીલ ડાન્સ, સ્ટેજ પરથી ખેંચીને લઈ ગઈ

Girl Dance Video: ભારતીય લગ્નપ્રસંગોમાં ડાન્સ કરવું સામાન્ય બાબત છે. ક્યારેક દુલ્હા-દુલ્હનનો ડાન્સ, તો ક્યારેક બારાતીઓનો ડાન્સ વાયરલ થતા રહે છે. પરંતુ અહી મર્યાદામાં રહીને ડાન્સ કરવો પડે છે. પરિવાર તથા મહેમાનો વચ્ચે અશ્લીલતા જોવા મળે તો સૌ કોઈ નારાજ થાય છે. આવુ જ કંઈક એક વીડિયોમાં જોવા મળ્યું છે. લગ્નમાં ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

યુવતીને અશ્લીલ ડાન્સ કરવો ભારે પડ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરવધૂનો જયમાલા પ્રસંગ સંપન્ન થઈ ગયો છે. દુલ્હા-દુલ્હન પોતપોતાની ખુરશી પર બિરાજમાન છે. તો સાઈડ પર ડીજે વાગી રહ્યો છે. મ્યૂઝિક વાગતા જ લગ્નમાં આવેલી એક યુવતી પોતાને ડાન્સ કરતા રોકી ન શકી, અને તે સ્ટેજ પર ચઢી જાય છે. તે દુલ્હા દુલ્હનનની સામે ધમાકેદાર ડાન્સ કરવાનું શરૂ કરી દે છે. યુવતીએ ડાન્સ કરવામાં એટલી મશગૂલ છે કે, તેને ભાન પણ પડતુ નથી કે તે શું કરી રહી છે. 

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલ

યુવતીનો ડાન્સ જોઈને તેની મમ્મી બરાબરની ગુસ્સે થઈ જાય છે. તેણે યુવતીના ડાન્સ પર એવો ગુસ્સો આવ્યો કે, તે સ્ટેજ પર જઈને યુવતીને ખેંચીને લઈ જાય છે. 

અહીં જુઓ આ વીડિયો.... 

 

— desi mojito 🇮🇳 (@desimojito) May 2, 2024

 

ગુસ્સે થઈ ગઈ મમ્મી
આ વીડિયો પરથી સ્પષ્ટ દેખાય છે કે, યુવતીનો ડાન્સ જોઈને તેની માતા બરાબરની ગુસ્સે ભરાઈ હતી. જોકે, લગ્નનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. તેને @desimojito નામના એક્સ હેન્ડલ પર શેર કરવામા આવ્યો છે. આ વીડિયો ગણતરીના કલાકોમાં વાયરલ થઈ ગયો હતો. તેને જોઈને લોકો મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news