Gulam Nabi Azad Video: હિન્દુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો, મુસલમાનો પણ હિન્દુ હતા, બધા કાશ્મીરી પંડિત હતા- ગુલામ નબી આઝાદ

Ancestors of indian muslims were hindus: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) ના નેતા ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં આઝાદ જમ્મુ અને કાશ્મીરના લોકોને એવું કહી રહ્યા છે કે હિન્દુ ધર્મ ઈસ્લામ કરતા પણ જૂનો છે અને તમામ મુસલમાનો પહેલા હિન્દુ જ હતા.

Gulam Nabi Azad Video: હિન્દુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો, મુસલમાનો પણ હિન્દુ હતા, બધા કાશ્મીરી પંડિત હતા- ગુલામ નબી આઝાદ

Ancestors of indian muslims were hindus: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) ના નેતા ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં આઝાદ જમ્મુ અને કાશ્મીરના લોકોને એવું કહી રહ્યા છે કે હિન્દુ ધર્મ ઈસ્લામ કરતા પણ જૂનો છે અને તમામ મુસલમાનો પહેલા હિન્દુ જ હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો 9 ઓગસ્ટનો હોવાનું કહેવાય છે. જ્યારે ગુલામ નબી આઝાદ એક કાર્યક્રમને સંબોધિત કરવા ડોડા પહોંચ્યા હતા. પોતાના આ સંબોધનમાં આઝાદે કહ્યું કે, 'ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો, ભારતમાં કોઈ પણ બહારનું નથી. આપણે બધા આ દેશના છીએ. ભારતના મુસલમાનો મૂળભૂત રીતે હિન્દુ હતા, જે પછીથી કન્વર્ટ થઈ ગયા.'

ધર્મને રાજકારણ સાથે જોડવો જોઈએ નહીં- આઝાદ
રિપોર્ટ્સ મુજબ ડોડામાં આપેલા આ ભાષણમાં આઝાદે પોતાની વાત દોહરાવતા કહ્યું કે, 'કાશ્મીરમાં 600 વર્ષ પહેલા ફક્ત કાશ્મીરી પંડિત હતા. પછી અનેક લોકો કન્વર્ટ થઈને મુસલમાન બની ગયા. આથી હવે બધા લોકોને અપીલ છે કે પરસ્પર ભાઈચારો, શાંતિ અને એક્તા જાળવી રાખો.' આઝાદે એમ પણ કહ્યું કે ધર્મને રાજકારણ સાથે જોડવો જોઈએ નહીં. લોકોએ ધર્મના નામ પર મત આપવા જોઈએ નહીં. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 17, 2023

બધા અહીં માટીમાં ભળી જાય છે
આઝાદે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, આપણા હિન્દુ ભાઈ મૃતદેહને બાળે છે, પછી રાખને નદીમાં વહાવે છે. આપણા ત્યાં મુસલમાન મૃત્યુ બાદ જમીનની અંદર દફન થાય છે. આપણા બધાના શરીર આ ભારત માતાની માટીમાં ભળી જાય છે. તો પછી શું હિન્દુ અને શું મુસલમાન. બધા અહીં માટીમાં ભળી જવા માટે આવે છે. 

નિવેદનો પર પ્રતિક્રિયા
આઝાદના આ નિવેદન પર દેશભરમાંથી પ્રતિક્રિયાનો દોર ચાલુ છે. આ બધા વચ્ચે સ્વામી ચક્રપાણિએ  કહ્યું કે 'આ તો યથાર્થ છે. આ સત્ય છે કે ભારતમાં જેટલા પણ ધર્માંતરણ થયા છે તે બધા હિન્દુ હતા. અમે તેમને આમંત્રણ આપીએ છીએ કે તેઓ હિન્દુ ધર્મમાં આવે. જે પણ આવે તેમનું સ્વાગત છે. ગુલામ નબી આઝાદે સચ્ચાઈનું નિવેદન આપ્યું છે. આજે બધા ભાઈ-ભાઈ લોહી તરસ્યા થઈ ગયા છે. હિન્દુ સનાતન ધર્મમાં આવો તમારું સ્વાગત છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news