Special Marriage: લગ્નની સૌથી અનોખી પરંપરા! જ્યાં છોકરીઓ 4 લગ્ન કરે છે, તે ક્યારેય વિધવા થતી નથી

Chitkul Village Marriage: ભારતીય સમાજમાં લગ્નને ખુબ પવિત્ર માનવામાં આવે છે અને અહીં લગ્નને લઈને ઘણા પ્રકારના રિવાજ જોવા મળે છે. તમે સાંભળીને ચોંકી જશો કે ભારતનું એક એવું ગામ છે, જ્યાં પર મહિલાઓ એક નહીં પરંતુ ચાર લગ્ન કરી શકે છે. 

Special Marriage: લગ્નની સૌથી અનોખી પરંપરા! જ્યાં છોકરીઓ 4 લગ્ન કરે છે, તે ક્યારેય વિધવા થતી નથી

નવી દિલ્હીઃ Women Allowed Four Marriage: ભારતીય સમાજ પોતાની વિવિધતા માટે દુનિયામાં જાણીતો છે. આ ભારતીય સમાજમાં લગ્નને લઈને અનેક પરંપરાઓ જોવા મળે છે. આજે અમે તમને એક એવી અનોકી પરંપરાની માહિતી આપવાના છીએ, જેને સાંભળી તમે ચોંકી જશો. હિમાચલ પ્રદેશના સાંગલાથી 28 કિમી દૂર એક છિતકુલ નામનું ગામ છે, જ્યાં મહિલાઓને તે વાતની સંપૂર્ણ આઝાદી છે કે તે ચાર લગ્ન કરી શકે છે. ચોંકાવનારી વાત નથી કારણ કે આ પરંપરા ઘણા વર્ષો જૂની છે અને આ રીચે ચાલી રહી છે. 

દેશનું અંતિમ ગામ છે આ
સ્થાનીક લોકો પ્રમાણે છિતકુલનું ખાનપાન, રહેવાની ટેવ, પહેરવેશ અને અહીંની સંસ્કૃતિ દેશના બાકી ભાગ કરતા અલગ છે. છિતકુલ તિબ્બેટ અને ચીનની સરહદની નજીક છે. તેને દેશનું છેલ્લું ગામ કહેવામાં આવે છે. અહીં પર દેશનું છેલ્લું બસ સ્ટેન્ડ, અંતિમ પોસ્ટ ઓફિસ અને અંતિમ સ્કૂલ પણ હાજર છે. અહીં મહિલાઓને 4 લગ્ન કરવાની છુટ આપવામાં આવી છે. હંમેશા જોવામાં આવે છે કે મહિલાઓ બે કે ચાર ભાઈઓ સાથે લગ્ન કરી શકે છે. પરંતુ તે જરૂરી નથી કે લગ્ન થાય છે તો મહિલાઓ પોતાના પતિઓની સાથે એક ઘરમાં રહે છે. સ્થાનીક લોકો માને છે કે મહાભારત કાળ દરમિયાન આ ગામની એક ગુફામાં કુંતી અને દ્રૌપદીએ વાસ કર્યો હતો. દ્રૌપદી અને કુંતીની સાથે લોકોએ સમય પસાર કર્યો ત્યારબાદ 4 લગ્નવાળી પરંપરા તેણે પણ અપનાવી લીધી, ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. 

નથી લેવાતા સાત ફેરા
જ્યારે કોઈ એક પતિ પત્નીની સાથે રૂમમાં હોય છે, ત્યારે તે પોતાની ટોપી રૂમની બહાર દરવાજા પર છોડે છે. તેનો મતલબ છે કે પતિ-પત્ની એકાંતમાં રહેવા ઈચ્છે છે. આ કારણે બીજો પતિ તેના  માહોલમાં દખલ આપતો નથી. સૌથી અજીબ વાત છે કે અહીં લગ્નમાં સાત ફેરા લેવામાં આવતા નથી પરંતુ બલી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અહીં પર લગ્ન બાદ પુત્રીને સંપત્તિનો કોઈ ભાગ આપવામાં આવતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news