ભારતમાં અહીં મળે છે સૌથી સસ્તો દારૂ, જાણો રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં કેટલો લાગે છે ટેક્સ

Liquor Prices Difference: દારૂ પર અલગ અલગ રાજ્યોની અલગ અલગ નીતિ છે. ઘણા રાજ્યોમાં દારૂ સસ્તો છે. તો બીજી તરફ રાજ્યોમાં ઘણો મોંઘો છે. ઇન્ટરનેશનલ અસ્પ્રિટ્સ અને વાઇન એસોસિએશનના તાજા રિપોર્ટ અનુસાર વ્હિસ્કી, રમ, વોડકા અને જીનની બોટલની કિંમતમાં દરેક રાજ્યમાં ફરક છે. 

ભારતમાં અહીં મળે છે સૌથી સસ્તો દારૂ, જાણો રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં કેટલો લાગે છે ટેક્સ

Liquor Prices Difference: દેશના ઘણા રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે. તો બીજી તરફ ઘણા રાજ્યોમાં સૌથી સસ્તો દારૂ મળે છે. દેશમાં સૌથી સસ્તો દારૂ ગોવામાં મળે છે. તો બીજી તરફ કર્ણાટકમાં સૌથી મોંઘો દારૂ મળે છે. ઉદારણ તરીકે જે બોટલ ગોવામાં 100 રૂપિયા મળે છે. તો એ જ બોટલ દિલ્હીમાં 134 રૂપિયામાં મળે છે. કર્ણાટકમાં તે દારૂની બોટલની કિંમત 513 રૂપિયા થઇ જાય છે. ઇન્ટરનેશન સ્પ્રિટ્સ અને વાઇન એસોસિએશનના તાજા રિપોર્ટ અનુસાર વ્હિસ્કી, રમ, વોડકા અને જીનની બોટલના ભાવમાં દરેક રાજ્યમાં ફરક છે.  

ગોવાના મુકાબલે પાંચ ગણી વધુ કિંમત
વ્હિસ્કી, રમ, વોડકા અને જીનની કિંમત ગોવાના મુકાબલે કર્ણાટકમાં લગભગ 5 ગણી વધુ છે. ગોવાના મુકાબલે રાજસ્થાન, મહારાષ્ટ્રમાં બે ગણા વધુ  ભાવ છે. ગોવામાં એમઆરપી પર 49 ટકાનો ટેક્સ છે. કર્ણાટકમાં એમઆરપી પર 83% ટેક્સ છે. દિલ્હીમાં એમઆરપી પર 62% નો ટેક્સ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં 71% નો ટેક્સ છે. રાજ્યોમાં ટેક્સની કિંમતોમાં ફરકના કારણે દિલ્હી અને મુંબઇમાં સ્કોચ અને વ્હિસ્કી બ્રાંડની કિંમતમાં 20 ટકાનો ફરક છે. 

અલગ-અલગ રાજ્યોમાં 750 ml દારૂની બોટલની કિંમત
ઇન્ટરનેશનલ સ્પ્રિટ્સ અને વાઇન એસોસિએશનના ડેટા અનુસાર 750 ml જોની વોકરની કિંમત દિલ્હી 3100 રૂપિયા, મુંબઇમાં ચાર હજાર રૂપિયા અને ગોવામાં 3250 રૂપિયા છે. 750 ml ની જેક ડેનિયલ્સ ઓલ્ડ નંબર 7 વ્હિસ્કીની પ્રાઇઝ દિલ્હીમાં 2780 રૂપિયા, મુંબઇમાં 3250 રૂપિયા અને ગોવામાં 2800 રૂપિયા છે. પોલ ઝોનના 750 ml બોટલની કિંમત દિલ્હીમાં 2500 રૂપિયા, મુંબઇમાં તેની કિંમત 4250 રૂપિયા, ગોવામાં 2100 રૂપિયા છે. બ્લેક ડોગ સેંટેનરી સ્કોચના 750 ml બોટલ દિલ્હીમાં 1580 રૂપિયા, મુંબઇમાં 2080 રૂપિયા અને ગોવામાં 1390 રૂપિયામાં વેચાય છે. 

કર્ણાટકમાં એમઆરપી પર 83 ટકા ટેક્સ છે. તેલંગાણામાં 68 ટકા, મહારાષ્ટ્રમાં 71 ટકા, રાજસ્થાનમાં 69 ટકા, ઉત્તર પ્રદેશમાં 66 ટકા, હરિયાણામાં 47 ટકા, દિલ્હીમાં 62 ટકા અને ગોવામાં 49 ટકા ટેક્સ લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news