1 રૂપિયાના ફુગ્ગાએ બાળકનો લીધો જીવ, સાચવજો રમત-રમતમાં રમાઇ શકે છે 'રામ'

Balloon Science: શું ફૂગ્ગો પણ કોઈના મૃત્યુનું કારણ બની શકે છે? હા, 10 વર્ષના બાળક સાથે આવું બન્યું છે. ચાલો સમજીએ કે કેવી રીતે એક બાળકનું મોત રમતા ગણાતા બલૂનના કારણે થયું.

1 રૂપિયાના ફુગ્ગાએ બાળકનો લીધો જીવ, સાચવજો રમત-રમતમાં રમાઇ શકે છે 'રામ'

Amroha Balloon Death News: એવી ઘણી રીતો છે જેમાં વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. પરંતુ જ્યારે દુકાનમાંથી લાવવામાં આવેલ 1 રૂપિયાનો બલૂન મૃત્યુનું કારણ બને છે ત્યારે શું થાય છે? હા, આ વાત સાચી છે. આ ઘટના યુપીના અમરોહામાં બની છે. (Amroha News) અહીં બલૂન (Death Due To Balloon)ના કારણે એક બાળકનું મોત થયું હતું. તે દુકાનમાંથી રમવા માટે પોતાના માટે એક બલૂન લાવ્યો હતો. તે તેના સાથી બાળકો સાથે ઉભો રહીને બલૂન ફુલાવી રહ્યો હતો. ત્યારે બલૂન અચાનક ફાટ્યો અને તેનો એક ટુકડો બાળકના ગળામાં ગયો. બલૂનનો ટુકડો બાળકની વિન્ડપાઈપમાં અટવાઈ ગયો અને તેના શ્વાસ રૂંધાવવા લાગ્યો. ચાલો જાણીએ આવું કેમ થયું?

ફૂગ્ગો કેવી રીતે બાળકના મોંઢામાં જતો રહ્યો? 
જાણો કે પાણી પીવાથી લઈને તમારા શ્વાસ લેવા સુધીની દરેક વસ્તુ પાછળ વિજ્ઞાન છે. અમરોહામાં બાળક સાથે બનેલી ઘટનામાં પણ આવું જ થયું. જોકે, જ્યારે બલૂન ફૂટે છે, ત્યારે તેની અંદર ભરેલી હવા ઓછા દબાણવાળા વિસ્તાર તરફ બહાર આવે છે અને બલૂન વિરુદ્ધ દિશામાં ચાલે છે. આ કારણોસર, જ્યારે ફુગ્ગો ફુગાવતા ફૂટી ગયો, ત્યારે એક ટુકડો બાળકના ફેફસામાં ગયો.

કેમ અટકી ગયો બાળકનો શ્વાસ? 
તમને જણાવી દઇએ કે ફૂગ્ગાનું રબ્બર, લેટેક્સ, પોલીક્લોરોપ્રીન અને પ્લાસ્ટિક વગેરેથી બનેલું હોય છે. હવા તેની આરપાર થઇ શકતી નથી. એટલા માટે જ્યારે ફૂગ્ગો બાળકની શ્વાસનળીમાં ફસાઇ ગયો તો તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ અને તેનું મોત નિપજ્યું. 

માસુમ સાથે કેવી રીતે બની ઘટના? 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બલૂનને કારણે મોતની આ ઘટના અમરોહાના ગજરૌલામાં બની હતી. મૃતક બાળક માત્ર 10 વર્ષનો હતો. તે 5મા ધોરણમાં ભણતો હતો. ઘટનાના દિવસે તે પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે રમત રમતમાં બલૂન ફુલાવવા લાગ્યો. ત્યારે ફૂફ્ફો ફૂટી ગયો અને અચાનક તેનો ટુકડો તેના મોંઢામાં જતો રહ્યો. 

પુત્રના વિદાય પછી માતાનું હદ્યાફાટ
આ પછી બાળકોએ જઈને તેના પરિવારજનોને જાણ કરી અને પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ શ્વાસ બંધ થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃત્યુ બાદ માતા અને બાકીના પરિવારની હાલત ખરાબ થઇ ગઇ છે. પરિવારના સભ્યો હજુ પણ માની શકતા નથી કે તેમનું બાળક આ દુનિયા છોડી ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news