Agniveer Yojana: અગ્નિવીર યોજનામાં થઈ શકે છે 5 મોટા ફેરફાર, રિવ્યૂ કરી રહી છે સરકાર!

Agniveer Yojana Change: અગ્નિવીર કે અગ્નિપથ યોજના લાગૂ થવા પર દેશના ઘણા વિસ્તારમાં પ્રદર્શન થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ યોજનાથી ભાજપને લોકસભા ચૂંટણીમાં નુકસાન થયું છે. હવે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. 

Agniveer Yojana: અગ્નિવીર યોજનામાં થઈ શકે છે 5 મોટા ફેરફાર, રિવ્યૂ કરી રહી છે સરકાર!

નવી દિલ્હી: Agniveer Yojana Change: લોકસભા ચૂંટણી 2024માં ભાજપને હરિયાણા, વેસ્ટ યુપી અને રાજસ્થાનના શેખાવાટીમાં ભારે નુકસાન થયું છે. તેનું સૌથી મોટું કારણ અગ્નિવીર કે અગ્નિપથ યોજનાને માનવામાં આવી રહ્યું છે. હવે કેન્દ્ર સરકાર અગ્નિવીર યોજનાને રિવ્યૂ કરી રહી છે. પીએમ મોદી ઈટલીથી પરત આવશે તો તેમની સામે 17-18 જૂને અગ્નિવીરમાં કરવામાં આવેલા ફેરફારોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. 

આ ફેરફાર થઈ શકે છે
1. અગ્નિવીરોનો ચાર વર્ષનો કાર્યકાળ વધારી શકાય છે.
2. વધુ યુવાનોની ભરતી કરી શકાય છે.
3. 25 ટકા રિટેન્શનની લિમિટને વધારી શકાય છે.
4. શહીદ કે ઈજાગ્રસ્ત થવા પર મળી શકે છે સહાયતા રકમ.
5. જવાનો અને અગ્નિવીરોની રજામાં થનાર અંતરને ખતમ કરી શકાય છે.

JDU એ કરી હતી ફેરફારની માંગ
ભાજપના સહયોગી જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ કેસી ત્યાગીએ અગ્નિવીર યોજનામાં ફેરફારની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે અગ્નિવીર યોજનાનો ખુબ વિરોધ થયો. લોકસભા ચૂંટણીમાં તેનો પ્રભાવ જોવા મળ્યો. તેમણે કહ્યું કે તેના પર વિચાર કરવાની જરૂર છે. તેમણે આગળ કહ્યું આ યોજના ખતમ કરવાનું કહેવામાં આવી રહ્યું નથી, પરંતુ ચૂંટણીમાં વિપક્ષી દળોએ તેને મુદ્દો બનાવ્યો હતો.

રાજનાથ સિંહે કહી આ વાત
દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભા ચૂંટણી દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં અગ્નિવીર યોજનામાં ફેરફારની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવું સરકારની જવાબદારી છે. જો ફરી જરૂર પડી તો અમે તેમાં ફેરફાર કરવા તૈયાર છીએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news