સંસદના શિયાળુ સત્રમાં કૃષિ કાયદાને રદ્દ કરવા અને ક્રિપ્ટોકરન્સી સહિત કુલ 26 બિલ રજૂ કરશે સરકાર

નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી છે. હવે સંસદના સત્ર દરમિયાન સરકારે એક બિલ દ્વારા ત્રણેય કાયદાને રદ્દ કરવાની તૈયારી કરી લીધી છે. 

સંસદના શિયાળુ સત્રમાં કૃષિ કાયદાને રદ્દ કરવા અને ક્રિપ્ટોકરન્સી સહિત કુલ 26 બિલ રજૂ કરશે સરકાર

નવી દિલ્હીઃ Cryptocurrency Bill 2021: મોદી સરકાર 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં 26 નવા બિલ રજૂ કરી શકે છે. સરકારે લોકસભામાં જે નવા બિલને રજૂ કરવા માટે લિસ્ટેડ કર્યા છે, તેમાં ક્રિપ્ટોકરન્સીને રેગુલેટ કરવાનું બિલ પણ સામેલ છે. આરબીઆઈ દ્વારા જાહેર થનારી સત્તાવાર ડિજિટલ મુદ્દાના નિર્માણની સુવિધા માટે સરકાર સંસદમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ રજૂ કરશે. ક્રિપ્ટો કરન્સી સંબંધિલ બિલમાં ભારતમામ તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ હતો, પરંતુ અંતર્ગત ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે કેટલાક અપવાદોને મંજૂરી આપવાની દરખાસ્ત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ દેશને કર્યું હતું આહ્વાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 નવેમ્બરે બધા લોકતાંત્રિક દેશોની સાથે મળીને તે નક્કી કરવાનું આહ્વાન કર્યું હતું કે તે ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં જવા ન દે, બાકી યુવાઓનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે. તેમણે ડિજિટલ ક્રાંતિથિ ઉભરતા પડકારનો સામનો કરવા માટે સમાન વિચારોવાળા દેશોને એક થવાની જરૂરીયાત પર ભાર મુક્યો હતો. 

આ બિલ સત્ર માટે પણ સૂચિબદ્ધ છે
નાર્કોટિક સબસ્ટન્સ એન્ડ સાયકોટ્રોપિક ડ્રગ્સ એમેન્ડમેન્ટ બિલ 2021 સંસદના શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે. આ બિલ તેનાથી સંબંધિત વટહુકમના સ્થાને લાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એમેન્ડમેન્ટ બિલ 2021 અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2021 પણ સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે. આ બંને બિલો પણ સંબંધિત વટહુકમના સ્થાને લાવવામાં આવશે. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી ખરડો 2021, માનવ તસ્કરી (નિવારણ, સંરક્ષણ અને પુનર્વસન) બિલ 2021, વિદ્યુત સુધારા બિલ 2021, ઇમિગ્રેશન બિલ 2021 વગેરે સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે.

કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ પણ રજૂ કરવામાં આવશે
નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી છે. હવે સંસદના સત્ર દરમિયાન સરકારે એક બિલ દ્વારા ત્રણેય કાયદાને રદ્દ કરવાની તૈયારી કરી લીધી છે. આ બિલનું નામ ફાર્મ લોઝ રિપીલ બિલ 2021 હશે. આ બિલને આવતીકાલે કેબિનેટની મંજૂરી મળવાની સંભાવના છે અને શિયાળુ સત્રના પહેલા દિવસે એટલે કે 29 નવેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય સરકાર આ સત્રમાં વીજળી સંબંધિત બિલ પણ રજૂ કરશે, જેનો ખેડૂત સંગઠનો સતત વિરોધ કરી રહ્યાં છે. ખેડૂત સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ બિલ પાછું ખેંચવું જોઈએ.

સત્ર 29મી નવેમ્બરથી શરૂ થશે
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે અને 23 ડિસેમ્બરે સમાપ્ત થવાની સંભાવના છે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયના એક નિવેદન અનુસાર, "સત્તરમી લોકસભાનું સાતમું સત્ર 29 નવેમ્બર, 2021ના રોજ શરૂ થશે. સત્તાવાર કામકાજની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને, સત્ર 23 ડિસેમ્બર, 2021ના રોજ સમાપ્ત થવાની સંભાવના છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news