આ માણસની જીભ પર ઉગી નીકળ્યા વાળ, જાણો આ પાછળનું કારણ

દુનિયામાં ઘણાં લોકો અજીબોગરીબ બિમારીથી પીડાતા હોય છે. આ બીમારીઓ વિશે જાણીને સામાન્ય માણસ અચરજમાં પડી જાય છે. અમેરિકામાં એક કેસ સામે આવ્યો છે, જ્યાં એક શખ્સની જીભ પર કાળા વાળ ઉગી નીકળ્યા. આ માણસની જીભ પર થઈ રહેલા બદલાવની ખબર શખ્સને થોડા દિવસ પહેલા જ પડી.

આ માણસની જીભ પર ઉગી નીકળ્યા વાળ, જાણો આ પાછળનું કારણ

દુનિયામાં ઘણાં લોકો અજીબોગરીબ બિમારીથી પીડાતા હોય છે. આ બીમારીઓ વિશે જાણીને સામાન્ય માણસ અચરજમાં પડી જાય છે. અમેરિકામાં એક કેસ સામે આવ્યો છે, જ્યાં એક શખ્સની જીભ પર કાળા વાળ ઉગી નીકળ્યા. આ માણસની જીભ પર થઈ રહેલા બદલાવની ખબર શખ્સને થોડા દિવસ પહેલા જ પડી. જોકે સારી વાત એ હતી કે, આ ફેરફારથી તેને કોઈ દર્દ થઈ રહ્યો ન હતો..

50 વર્ષના વ્યક્તિની આ સ્થિતિને જોઈ ડૉક્ટર પણ હેરાનમાં આવી ગયા. શખ્સની જીભ પર વાળની બનેલી પરત સ્પષ્ટ જોઈ શકાતી હતી. તેના કારણે તેની જીભ પણ કાળી દેખાવા લાગી. આ સિવાય જીભની વચ્ચે અને પાછળનો ભાગ પીળો પડી ગયો હતો. જામા ડર્મેટોલોજી જર્નલની એક સ્ટડી પ્રકાશિત થઈ. આ સ્ટડીમાં ડૉક્ટરોએ જીભ પર ઉગી નીકળેલા કાળા વાળ પર રિસર્ચ કર્યુ છે.

ડૉક્ટરોએ માણસની જીભ પર ઉગી નીકળેલા વાળ વિશે જણાવ્યું. તેમનુ કહેવુ છે કે, તે વ્યક્તિ બ્લેક સહેયરી ટં.ગ સિન્ડ્રોમથી પીડિત છે. આ બિમારી ખૂબ જ દર્દનાક છે. બ્લેક હેયરી ટંગ સિન્ડ્રોમ થવાના કારણે પહેલા તે દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યાર બાદ તેનું શરીર નબળુ પડી ગયુ.

હાર્ટ એટેક આવ્યા બાદ શખ્સ ચોખ્ખુ અને લિક્વિડ ભોજનનું સેવન કરવા લાગ્યો. ડૉક્ટરોએ જણાવ્યું કે, આ બિમારી નબળાઈ અને ખાન-પાનમાં બદલાવના કારણે આવી છે. બ્લેક હેયરી ટંગ સિન્ડ્રોમથી કોઈ નુકસાન નથી થતુ પરંતુ આ બિમારી ખૂબ જ દુર્લબ છે.

ડૉક્ટરો જણાવે છે કે, આ બિમારી દુર્લભ હોવાના કારણે ઓછા લોકોમાં જોવા મળે છે. તેમણે જણાવ્યું કે, આ સ્થિતિમાં જીભની ઉપરી ત્વચાની મૃત કોશિકાઓ બહાર આવવાનાં કારણે જીભ જાડી થાય છે. ત્વચાની મૃત કોશિકાઓના લીધે જીભની પેપિલી ધીમે ધીમે જીભ પર ફેલાય છે, જેને જીભની ટેસ્ટબડ કહેવામાં આવે છે. પેપિલી મૃત ત્વચા કોશિકાઓના જાડા સ્તર વચ્ચે ખોરાકના કણોને એકત્રિત કરવાનું શરૂ કરે છે. આ કારણે જીભ પર બેક્ટેરિયા અને યીસ્ટ જમા થવા લાગે છે અને વાળ જેવા દેખાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news