દેશભરમાં ધૂળેટીની ઉજવણી, રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં હોળીની ઉજવણી થઈ રહી છે. દેશના અલગ અલગ ભાગોમાં લોકો પોત પોતાની રીતે રંગોના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. મથુરા, વૃંદાવન, જયપુરમાં હોળી મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ લોકો રંગોમાં તરબતોળ જોવા મળી રહ્યાં છે. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસ તરફથી વિશેષ હોળી મહોત્વસનું આયોજન કરવામાં આવ્યું. અહીં લગભગ 20 હજાર લોકો મુખ્યમંત્રી રઘુવર દાસ સાથે હોળી મનાવી રહ્યાં છે. ખાવા પીવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
માયાનગરી મુંબઈના રસ્તાઓ ઉપર પણ સવારથી જ ભીડ જોવા મળી રહી છે. એક્ટર અને એક્ટ્રેસ પણ પોત પોતાની રીતે ધૂળેટીની ઉજવણી કરી રહ્યાં છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં રાજકીય પક્ષો તરફથી હોળી ધૂળેટીની ઉજવણી માટે ખાસ આયોજન કરાયા છે. હકીકતમાં હોળીના બહાને રાજનેતાઓ પોતાના કાર્યકર્તાઓને રૂબરૂ થતા હોય છે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પીએમ મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ શુભેચ્છા આપતા એક ટ્વિટ કરી અને કહ્યું કે હોળીના પાવન અવસર પર તમામ દેશવાસીઓને ખુબ શુભેચ્છાઓ. હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર આપણી એક્તા અને સદભાવનાના રંગને વધુ ગાઢ બનાવે.
होली के शुभ अवसर पर भारत और विदेश में रह रहे सभी देशवासियों को बधाई एवं शुभकामनाएं। रंगों का त्योहार होली वसंत का और समाज में सौहार्द का उत्सव होता है। मेरी कामना है कि यह उत्सव सभी के जीवन में शांति, सुख और समृद्धि लाने वाला हो — राष्ट्रपति कोविन्द
— President of India (@rashtrapatibhvn) March 21, 2019
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા આ પર્વના અવસરે આજુબાજુના પ્રદૂષણને પણ દહન કરવાની અપીલ કરી છે. નાયડુએ હોળીની પૂર્વ સંધ્યા પર મેસેજમાં કહ્યું કે આજે હોલિકા દહનના અવસરે મનની આશંકાઓ-શંકાઓનું દહન કરો. જીવનમાં આસ્તિકતાની સાત્વિક જ્વાળામાં નીખરેલા આત્મવિશ્વાસ અને પોતાના શુભ સંસ્કારો પર આસ્થા રાખો.
होली के पावन पर्व की सभी देशवासियों को ढेरों शुभकामनाएं। हर्ष और उल्लास का यह त्योहार हमारी एकता और सद्भावना के रंग को और प्रगाढ़ करे। pic.twitter.com/glZ6eQHaoe
— Chowkidar Narendra Modi (@narendramodi) March 21, 2019
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તમને અને તમારા પરિવારને હોળીના પાવન અવસર પર મારી અને સમસ્ત કોંગ્રેસજનો તરફથી હાર્દિક શુભકામના. હોળીનો આ તહેવાર તમારા જીવનને ખુશીઓના રંગથી તરબતોળ કરી નાખે તેવી મારી ઈશ્વરને કામના.
કેજરીવાલ અને રાજનાથ પુલવામા શહીદોના સન્માનમાં નહીં ઉજવે હોળી
પુલવામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા તેમના સન્માનમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોળી નથી ઉજવી રહ્યાં.
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે