Diwali 2021 Wishes: આજે દિવાળી પર પોતાના પરિજનો અને મિત્રોને આ રીતે પાઠવો દિવાળીની શુભેચ્છા

ધનતેરસના દિવસે આ મહાપર્વની શરૂઆત થાય છે અને આ ભાઇબીજ સુધી ચાલે છે. પાંચ દિવસીય આ તહેવારમાં કારતક માસની અમાવસના રોજ લક્ષ્મી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. 

Diwali 2021 Wishes: આજે દિવાળી પર પોતાના પરિજનો અને મિત્રોને આ રીતે પાઠવો દિવાળીની શુભેચ્છા

Happy Diwali 2021 Wishes : અંધકાર પર પ્રકાશની જીતનો તહેવાર દિવાળી (Deepawali 2021) 4 નવેમ્બરના રોજ ગુરૂવારે ઉજવવામાં આવશે. હિંદુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. ધનતેરસના દિવસે આ મહાપર્વની શરૂઆત થાય છે અને આ ભાઇબીજ સુધી ચાલે છે. પાંચ દિવસીય આ તહેવારમાં કારતક માસની અમાવસના રોજ લક્ષ્મી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. 

આ પાંચ દિવસને મોટી દિવાળી નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દરેક ઘરે દિવા પ્રગટાવવામાં આવે છે, જેનાથી વાતાવરણ પ્રકાશમા બની જાય છે. સવારથી જ લોકોની શુભેચ્છાનો સિલસિલો શરૂ થઇ જાય છે. આ ખાસ અવસર પર અમે તમને કેટલાક એવા મેસેજ જણાવીશું જેને મોકલીને તમે પણ તમારા પરિવારજનો અને મિત્રોને શુભેચ્છા પાઠવી શકો છો. 

Diwali 2021 Wishes: 
– દિવાળી એટલે હદયમાં રહેલા પ્રેમ, લાગણી, આનંદના ઉત્સાહના દીવાઓમાં ફરીથી તેલ પુરવાનો અવસર.
આપના જીવનમાં આ બધા દીવાઓ અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છાઓ. 

– છમ છમ પગલે લક્ષ્મી આવે
દ્વાર ખુલ્લા રાખજો
દિવાળીનો પહેલો દિવસ છે
ખુશીના દીપ પ્રગટાવજો

– રંગોળીનો રંગ જામ્યો
પ્રકાશનો તહેવાર આવ્યો
મારા અને મારા પરિવાર તરફથી દિવાળીની શુભેચ્છાઓ 

– પ્રેમનો દિવો પ્રગટાવીએ!
દુ:ખની સાંકળ ફોડીએ!
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ!
સુખની કોઠી સળગાવીએ!
તમને અને તમારા પરિવારને દિવાળીની શુભેચ્છાઓ

– દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ, 
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે. 
તમને અને તમારા પરિવારને દિવાળીની ખૂબજ શુભકામનાઓ

– આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો છે,
ફટાકડાથી ભરેલ આકાશ,
મીઠાઈઓથી ભરેલા મોં,
દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને
આનંદથી ભરેલા હૃદયો બાળપણની યાદો તાજી કરે છે...
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

– હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ

– ફટાકડાનો અવાજ, 
ખુશીઓની બહાર, 
આપ સૌને અભિનંદન

– દીવડાના પ્રકાશથી અંધારું દૂર થઇ જાય,
દુઆ છે કે તમે જે ઇચ્છો તે બધુ ખુશીથી મંજૂર થઇ જાય, 
દિવાળી 2021 ની હાર્દિક શુભેચ્છાઓ

- લક્ષ્મીજી બિરાજે તમારે દ્વાર
સોના ચાંદીથી ભરાય તમારું ઘર બાર,
જીવનમાં આવે ખુશીઓ અપાર, 
શુભેચ્છાઓ અમારી કરો સ્વિકાર, 
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

- ચાંદની ચાંદની મુબારક, સૂરજની રોશની મુબારક 
તમને અને તમારા પરિવારને દિવાળી મુબારક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news