Corona: ભારતમાં રહેતા વિદેશી નાગરિકો પણ હવે લઈ શકશે કોરોના રસી, CoWIN પોર્ટલ પર કરવું પડશે રજિસ્ટ્રેશન

દેશમાં કોરોના સંક્રમણ રોકવાની દિશામાં સ્વાસ્થ્ય મંત્રાલયે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.

Corona: ભારતમાં રહેતા વિદેશી નાગરિકો પણ હવે લઈ શકશે કોરોના રસી, CoWIN પોર્ટલ પર કરવું પડશે રજિસ્ટ્રેશન

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ રોકવાની દિશામાં સ્વાસ્થ્ય મંત્રાલયે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે  ભારતમાં રહેતા વિદેશી નાગરિકો પણ કોરોના રસી લઈ શકશે. સરકારે વિદેશી નાગરિકોને CoWIN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે મંજૂરી આપી દીધી છે. 

આ છે પ્રક્રિયા
ભારતમાં રહેતા વિદેશી નાગરિકો CoWIN પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે પોતાના પાસપોર્ટ (Passport)નો ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરી શકે છે. એકવાર CoWIN પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયા બાદ તેમને રસીકરણ(Corona Vaccination) નો સ્લોટ મળી જશે. ત્યારબાદ તેઓ પસંદગીના સેન્ટર પર નિર્ધારિત સમય પર જઈને કોરોના રસી લઈ શકશે. 

મોટી સંખ્યામાં રહે છે વિદેશી નાગરિકો
અત્રે જણાવવાનું કે ભારતમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો રહે છે. ખાસ કરીને મોટા શહેરોમાં તેમની સંખ્યા વધુ છે. આવામાં વિદેશી નાગરિકોના કોરોના રસી ન લેવાથી દેશમાં કોરોના વાયરસ ફેલાવવાની સંભાવના વધુ છે. એવી કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તમામ યોગ્ય વ્યક્તિને કોરોનાની રસી લગાવવાનું અભિયાન સરકાર સતત તેજ કરી રહી છે. 

51 કરોડથી વધુ રસી
રાષ્ટ્રીય Covid-19 રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરી 2021થી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલુ છે. રસીકરણ કાર્યક્રમના હાલના તબક્કામાં 18 વર્ષ અને તેનાથી ઉપરના તમામ નાગરિકોને સામેલ કરાઈ રહ્યા છે. 9 ઓગસ્ટ 2021 સુધીમાં ભારતમાં કોરોના રસીના 51 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news