હાઇકોર્ટનો ચુકાદો: હવે ખાનગી શાળાઓ 3 હપ્તામાં 70 ટકા સુધી ફી વસુલી શકશે

રાજસ્થાન હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે કહ્યું કે, શાળાની ફીના 70 ટકા પેમેન્ટ લઇ શકે છે. સ્કુલ ફીનું 70 ટકા પેમેન્ટ વસુલી શકે છે.

Updated By: Sep 7, 2020, 05:59 PM IST
હાઇકોર્ટનો ચુકાદો: હવે ખાનગી શાળાઓ 3 હપ્તામાં 70 ટકા સુધી ફી વસુલી શકશે
પ્રતિકાત્મક તસ્વીર

જયપુર :  રાજસ્થાન હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે કહ્યું કે, શાળાની ફીના 70 ટકા પેમેન્ટ લઇ શકે છે. સ્કુલ ફીનું 70 ટકા પેમેન્ટ વસુલી શકે છે. બાળકોનાં માતા પિતા દ્વારા તેની ચુકવણી 31 જાન્યુઆરી સુધી ત્રણ હપ્તામાં કરાવવું પડશે. આ ચુકાદો રાજસ્થાન હાઇકોર્ટનાં ન્યાયમુર્તિ એસ.પી શર્મા દ્વારા આપવામાં આવ્યો હતો. રાજસ્થાન સરકારનાં ચુકાદાને પડકારનાર પ્રાઇવેટ શાળાઓની અપીલ અંગે હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. આદેશ ત્રણ અરજી અંગે આપવામાં આવ્યો હતો. જેના માધ્યમથી લગભગ 200 શાળાઓએ રાજસ્થાન સરકારનાં નિર્ણયને પડકાર્યો હતો. રાજસ્થાન સરકારે શાળાઓને કોરોના સંકટ દરમિયાન કોઇ પણ વાલી પાસેથી ફી નહી વસુલવા માટે આદેશ આપ્યો હતો. 

CBI આવતીકાલે કરશે સુશાંતના હત્યારાઓના નામનો ખુલાસો? મહેશ શેટ્ટીના નિવેદનથી મળ્યો મોટો ક્લૂ

આ ત્રણ અરજીઓનાં માધ્યમથી પ્રાઇવેટ શાળાઓએ રાજ્ય સરકારનાં 9 એપ્રીલ અને 7 જુલાઇની ફી નહી વસુલવાનાં આદેશને પડકાર્યો હતો. રાજ્સ સરકારનાં આદેશનાં પગલે પ્રાઇવેટ શાળાઓ દ્ફી વસુલી શકતી નહોતી. જેના પગલે આખરે શાળાઓએ સરકારનાં ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાઇવેટ શાળાઓ કોરોનાના સંકટના કારણે બંધ જ છે. જેના કારણે વાલી ફી પણ નથી ચુકવી રહ્યા. વિવાદ વધતા સરકારે પ્રાઇવેટ શાળાઓ દ્વારા લેવામાં આવતી ફીને નહી વસુલવા માટે આદેશ આપ્યો હતો. 

રક્ષા ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા, DRDOએ હાઈપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું

કોરોના વાયરસ મહામારીને જોતા રાજ્ય સરકારે 9 એપ્રીલે રાજ્યની પ્રાઇવેટ શાળાઓ દ્વારા આગોતરી ફી વસુલવા અંગે ત્રણ મહિના માટે 30 જુન સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારે 9 જુલાઇ દરમિયાન આ સમયગાળાને શાળાઓ ખુલતા સુધી લંબાવી દીધો હતો. શિક્ષણંત્રી ગોવિંદ સિંહ ડોટાસરે કોરોના કાળમાં પ્રાઇવેટ શાળાઓને 30 જુન સુધી મહીનાની ફી નહી વસુલવા માટે આદેશ આપ્યા હતા. આ આદેશ ત્યાર બાદ શાળાઓ ન ખુલે ત્યાં સુધી ફી નહી વસુલવાના સ્વરૂપે આગળ વધારાયો હતો. આ આદેશને આખરે શાળાઓએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube