રાજસ્થાન સરકાર News

રાજસ્થાનના MLA બચાવવાનો માસ્ટર પ્લાન, 12થી વધુ MLAના ગુજરાતમાં ધામા
છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનના રાજકારણમાં વાંકું પડ્યું છે. સચીન પાયલોટે પોતાના જ પક્ષ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આવામાં ફરીથી રાજસ્થાનમાં રાજકારણમા ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો છે. ત્યારે રાજસ્થાનના ભાજપ સમર્થક ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. સાથે જ અપક્ષ અને સચીન પાયલટ જૂથના કેટલાક ધારાસભ્યો પણ તેમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજસ્થાનના આ તમામ ધારાસભ્યોને અમદાવાદના બાવળાના ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યા છે. રાજસ્થાનના ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાથી અનેક રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઈ જવામાં નહિ આવે. જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યા પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે. રાજકીય હેતુ પાર ન પડે ત્યા સુધી તમામને અહીં રાખવામાં આવશે. 
Aug 8,2020, 10:51 AM IST
રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા
હાલ ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓને પોતાના વતન પહોંચવા સુધી અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે વલસાડ જિલ્લાના તલવાડા બોર્ડર પર ફસાયેલા રાજસ્થાનવાસીઓ સાથે અનહોની ઘટના બની હતી. પરપ્રાંતિયોએ સાથે પોલીસની દબંગગીરી સામે આવી હતી. બોર્ડર પાર જવાની પરમિશન લઈને આવેલા રાજસ્થાનના લોકો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. પોલીસે પરપ્રાંતિયોને લોહીલુહાણ કર્યા હતા. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશ નહિ આપવાને લઈને પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે લોકોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. લોકોએ આક્ષેપ હતો કે, મહિલા સહિત, વૃદ્ધોને પણ પોલીસે દંડાવાળી હતી. 
May 9,2020, 18:23 PM IST

Trending news