ખાનગી શાળાઓ

હથેળીમાં ચાંદ બતાવી લાખો રૂપિયા ફી ઉઘરાવતી શાળાઓ બાળકોની સુરક્ષા મુદ્દે ઉદાસીન

કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદ હવે જ્યારે ફરી એકવાર શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે, એવામાં રાજ્યના જુદા જુદા ભાગોના બનેલા આગના બનાવોને કારણે શાળાઓમાં આગ લાગે ત્યારે જરૂરી ફાયરની સુવિધાઓ તેમજ ફાયર NOC શાળાઓ પાસે છે કે નહીં તે મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આગ લાગે ત્યારે કૂવો શોધવાની કેટલાકને આદત હોય છે, તે મુજબ દર વખતે રાજ્યના કોઈ ભાગમાં આગનો બનાવ બને ત્યારબાદ તંત્ર હરકતમાં આવતું હોય છે. તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવતો હોય છે. ભૂતકાળમાં સુરતના ટ્યુશનમાં આગ લાગવાને કારણે કેટલાક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ તે સમયના અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડે દ્વારા અમદાવાદમાં ચાલતા તમામ ટ્યુશન - કલાસીસ તેમજ શાળાઓમાં ફાયરની સુવિધા તેમજ NOC છે કે નહીં તે અંગે તપાસનો અહેવાલ તૈયાર કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ અપાયો હતો. પરંતુ કેટલી શાળાઓ અપાશે ફાયરની સુવિધા કે NOC નથી એનો જવાબ આપવાનું તંત્ર હમેશા ટાળતું રહ્યું હતું. 

Nov 7, 2020, 06:11 PM IST

સરકારી પરિપત્ર બાદ FRC ની વેબસાઇટમાંથી ટ્યુશનફી જ ગાયબ, શાળાઓની દાદાગીરી યથાવત્ત

ગુજરાતમાં શાળા ફી મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે હાલમાં જ ફી માફીની જાહેરાત બાદ FRC ની વેબસાઇટ પર ટ્યુશન ફી અંગેની કોઇ માહિતી જ ઉપલબ્ધ નથી. આ અંગે વાલીમંડળ દ્વારા ફરી શિક્ષણ મંત્રીને રજુઆત કરીને એફઆરસીને ગુજરાતની શાળાઓમાં મંજુર કરવામાં આવી નથી. ટ્યુશન ફી બાબતના હૂકમો તત્કાલ અસરથી વેબસાઇટ પર ચારેય ઝોનમાં મુકવા તથા જે વાલી હૂકમની નકલ મેળવવા માંગતા હો તો તત્કાલ અસરથી રજુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Oct 9, 2020, 05:20 PM IST

હાઇકોર્ટનો ચુકાદો: હવે ખાનગી શાળાઓ 3 હપ્તામાં 70 ટકા સુધી ફી વસુલી શકશે

રાજસ્થાન હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે કહ્યું કે, શાળાની ફીના 70 ટકા પેમેન્ટ લઇ શકે છે. સ્કુલ ફીનું 70 ટકા પેમેન્ટ વસુલી શકે છે.

Sep 7, 2020, 05:59 PM IST

શિક્ષણના ઉચ્ચ અધિકારીઓની બેઠક, સરકારે શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા

સરકારે  શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા કર્યાં છે. અભ્યાસક્રમ, જાહેર રજા, પરીક્ષા બાબતે પ્લાન તૈયાર કરવા માટે શિક્ષણમંત્રી ચુડાસમાએ સૂચના આપી છે. 

Jul 23, 2020, 07:28 PM IST

શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જે રીતના કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી. 

Jul 23, 2020, 06:52 PM IST
More than 300 private schools to remain closed protesting over atrocities PT1M59S

મોરબી: જિલ્લાની 300થી વધુ ખાનગી શાળાઓ અચોક્કસ મુદ્દત સુધી બંધ

મોરબી: જિલ્લાની 300થી વધુ ખાનગી શાળાઓ અચોક્કસ મુદ્દત સુધી બંધ

Feb 2, 2019, 10:40 AM IST

Zee News ગુજરાતીનો ચોંકાવનારો ખુલાસો, શિક્ષણના સોદાગરનો પર્દાફાશ

જી હા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં લેવાયીલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ હજુ આવવાનું બાકી છે પરંતુ શહેરની કેટલીક શાળાઓએ આ પરીણામ પહેલા પ્રવેશ આપી દીધો હોવાની વિગતો સામે આવી છે. આ વિગતોની પડતાલ માટે ઝી મિડીયાની ટીમ જ્યારે શહેરની અલગ અલગ શાળાઓમાં પહોંચી ત્યારે સામે આવી ચોંકાવનારી વિગતો ઝી મીડીયાના સ્ટીંગ ઓપરેશનમાં ખાનગી શાળાઓએ શિક્ષણના નામે વેપલો શરૂ કરી દીધો હોવાનું સામે આવ્યું છે. 

Apr 27, 2018, 05:27 PM IST