કોંગ્રેસમાં સામેલ થનાર 6 બસપા ધારાસભ્યોને HC ની નોટિસ, 11 ઓગસ્ટ સુધી માંગ્યો જવાબ
BSPની ટિકીટ્પર રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીતનાર 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતાં રાજસ્થાન હાઇકોર્ટે નોટિસ જાહેર કરવામાં આવી છે. બસપાના 6 ધારાસભ્યોને રાજસ્થાનની ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિલય કરી લીધું હતું.
Trending Photos
નવી દિલ્હી: BSPની ટિકીટ્પર રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીતનાર 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતાં રાજસ્થાન હાઇકોર્ટે નોટિસ જાહેર કરવામાં આવી છે. બસપાના 6 ધારાસભ્યોને રાજસ્થાનની ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિલય કરી લીધું હતું. પરંતુ હવે પાર્ટી તરફથી હાઇકોર્ટનો દરવાજો ખખડાવવાનો આવ્યો છે. હાઇકોર્ટમાં આ ધારાસભ્યોને કોંગ્રેસમાં વિલયને લઇને પડકાર ફેંકવામાં આવ્યો છે. બસપા (Bahujan Samaj Party) ધારાસભ્યોને કોંગ્રેસમાં વિલય વિરૂદ્ધ ભાજપ ધારસભ્ય કોંગ્રેસમાં મહાસચિવ સતીશ મિશ્રાએ અરજી દાખલ કરી હતી.
ગુરૂવારે સુનાવણી દરમિયાન સતીશ મિશ્રાએ તમામ દલીલો આપી. સતીશ મિશ્રા સાથે સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે આખરે 6 મહિના બાદ આ અરજી કેમ દાખલ કરવામાં આવી છે. બીએસપી તરફથી ચર્ચા કરી રહેલા સતીશ મિશ્રાને જજે પૂછ્યું કે શું સ્પીકરે આ કેસમાં મેરિય પર નિર્ણય લીધો? કોર્ટે આ ધારાસભ્યોને 11 ઓગસ્ટ સુધી જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. કોર્ટે સુનાવણી દરમિયાન ભાજપ ધારાસભ્ય મદન દિલાવર તરફથી વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે બીએસપી ધારાસભ્યનું વિલય ખોટું છે. આ નિયમો વિરૂદ્ધ છે.
આગળ હરીશ સાલ્વેએ કહ્યું કે બસપા એક રાષ્ટ્રીય પાર્ટી છે, તેની રાજ્ય સ્તર પર વિલય કેવી રીત મંજૂર થઇ શકે છે. તો બીજી તરફ કોર્ટે સાલ્વેને પૂછ્યું કે અરજી ટેક્નિકલ આધારે 28 જુલાઇના રોજ નકારી કાઢવામાં આવી છે. કેસમાં હજુ કોઇ મેરિટ નથી. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર રાજ્સ્થન હાઇકોર્ટે ગુરૂઅવારે (30 જુલાઇ)ને વિધાનસભાના અધ્યક્ષ તથા સચિવ અને બસપાના 6 ધારાસભ્યોને કોંગ્રેસમાં વિલય સંબંધમાં નોટીસ જાહેર કરી છે.
સુનાવણીમાં BSP તરફથી સ્પીકર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જાણીજોઇને કેસને ખેંચવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બસપાના 6 ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીમાં પોતાનું વિલય કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે