ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યા પિતા, નતાશા સ્ટૈનકોવિચે આપ્યો પુત્રને જન્મ

ટીમ ઇન્ડીયના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે ખુશીઓ આવી છે, તે હવે પિતા બની ચૂક્યા છે. તેમની મંગેતર નતાશા સૈનકોવિચે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યા પિતા, નતાશા સ્ટૈનકોવિચે આપ્યો પુત્રને જન્મ

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે ખુશીઓ આવી છે, તે હવે પિતા બની ચૂક્યા છે. તેમની મંગેતર નતાશા સૈનકોવિચે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. તેમને પુત્રની તસવીર શેર કરતાં લખ્યું કે 'અમારા ઘરે બેબી બોયનો જન્મ થયો છે, જોકે તેમણે બાળકનો ચહેરો બતાવ્યો નથી. 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકના ઘરમાં નતાશા માટે બેબી શાવર હોસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નતાશાએ લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. બેબી શાવર દરમિયાન મોટાભાઇ કૃણાલ પંડ્યા, ભાભી પંખુડી શર્મા પણ હાજર હતા. નતાશા જ્યારે પ્રેગ્નેંટ હતી ત્યારે પણ તે મોટાભાગે પોતાના બેબી બંપને શેર કરતી હતી. 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ના રોજ જાહેરાત કરી હતી હતી કે તેમણે સર્બિયાની નાગરિક અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટૈનકોવિચ સાથે દુબઇમાં સગાઇ કરી છે. હાર્દિક પંડ્યાએ લખ્યું હતું કે 'મૈ તેરા, તૂ મેરી જાને, સારા હિંદુસ્તાન'

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news