Gujarat ના આ સ્થળો સહિત દેશભરમાં 28 હાઈવે પર રનવે બનાવવાની તૈયારી, જંગ સમયે ફાઈટર જેટ ભરી શકશે ઉડાન

વાયુસેનાને હવે 28 એવા રનવે મળશે જે હાઈવે કમ રનવે હશે અને મુસીબતના સમયે તેઓ તેનો ઉપયોગ કરી શકશે. 

Gujarat ના આ સ્થળો સહિત દેશભરમાં 28 હાઈવે પર રનવે બનાવવાની તૈયારી, જંગ સમયે ફાઈટર જેટ ભરી શકશે ઉડાન

નવી દિલ્હી: દેશના સરહદી વિસ્તારોમાં બનેલા વાયુસેનાના ફોરવર્ડ એરબેસ પર યુદ્ધ દરમિયાન દુશ્મનના ફાઈટર જેટ્સના હુમલાનું જોખમ હંમેશા તોળાયેલું રહે છે. દુશ્મન એવી ફિરાકમાં રહે છે કે રનવેને તબાહ કરી નાખવામાં આવે જેથી કરીને આપણા ફાઈટર જેટ્સ ઉડાણ ભરી ન શકે. પરંતુ હવે એવું બનશે નહીં. વાયુસેનાને હવે 28 એવા રનવે મળશે જે હાઈવે કમ રનવે હશે અને મુસીબતના સમયે તેઓ તેનો ઉપયોગ કરી શકશે. 

દેશમાં 28 જગ્યાએ બનશે આવી એરસ્ટ્રીપ્સ
ઝી ન્યૂઝ પાસે એ તમામ 28 લોકેશનની એક્સક્લુઝિવ જાણકારી છે જ્યાં આ પ્રકારના નેશનલ હાઈવે બનવા જઈ રહ્યા છે. આ તમામ એરસ્ટ્રીપ્સની લંબાઈ અને ડિઝાઈન તે પ્રમાણે નક્કી કરવામાં આવી છે જ્યાં મોટા ફાઈટર એરક્રાફ્ટથી લઈને અન્ય વિમાન પણ ઉતારી શકાય. રોડ પરિવહન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ફ્લાઈટ લેન્ડ કરતી વખતે હાઈવેને બંને બાજુથી બંધ કરવાને લઈને જરૂરી સેફ્ટી પ્રોટોકોલનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી કરીને ટ્રાફિકમાં વિધ્ન ન આવે. 

ઈમરજન્સી સ્થિતિમાં કે પછી રેસ્ક્યૂ અને રાહત પહોંચાડવાના હેતુથી નેશનલ હાઈવેને લેન્ડિંગ એરસ્ટ્રીપમાં બદલવાની તૈયારીઓ જોરશોરમાં છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી આવી જ બે એરસ્ટ્રીપ્સ આંધ્ર પ્રદેશમાં તૈયાર થઈ ચૂકી છે. તથા પશ્ચિમ બંગાળ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં હાઈવે પર એક એક એરસ્ટ્રીપ બનાવવામાં આવી રહી છે. 

આ રીતે હશે રનવેનું લોકેશન
નેશનલ હાઈવે પર આવી જ ચાર એરસ્ટ્રીપ્સ બનાવવાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કેટલાક ટેન્ડર બહાર પડી ગયા છે તો કેટલાક માટે જમીન સંપાદન કરવાનો પ્લાન ચાલી રહ્યો છે અને આ સાથે જ કેટલીક જગ્યાઓ પર કામ કરવાની તૈયારીઓ થઈ રીહ છે. મળતી માહિતી મુજબ 28 એવા નેશનલ હાઈવે છે જેના પર એરસ્ટ્રીપ બનવાની છે. 

જમ્મુ કાશ્મીર- બનિહાલ-શ્રીનગર માર્ગ પર અવંતિપોરા પાસે કામ ચાલુ છે. જમ્મુ-ઉધમપુર માર્ગમાં સાઈટ વિઝિટ થવાની છે. 

પંજાબ- સંગરૂર જિલ્લામાં એનએચ 71 પર દોગલ દિરવા ગામ પાસે સાઈટ વિઝિટ થવાની છે. હરિયાણામાં સિરસા માર્ગમાં ડબબલી પાસે ટેન્ડર એક મહિનાની અંદર બહાર પડશે. હિસારમાં કલ્પના ચાવલા મેડિકલ કોલેજ પાસે ટેન્ડર એક મહિનામાં બહાર પડશે. 

ઉત્તર પ્રદેશ- મુરાદાબાદ પાસે એનએચ 24માં સાઈટ વિઝિટ થવાની છે. આ ઉપરાંત લખનઉ, રાયબરેલી વચ્ચે અને અયોધ્યા પાસે એનએચ 27માં સાઈટ વિઝિટ થવાની છે. 

રાજસ્થાન- ફૌલદી-જૈસલમેર અને બાડમેર-જૈસલમેર માર્ગમાં સ્પોટ ફાઈનલ થઈ ગયું છે અને ટેન્ડર બહાર પડવાનું છે. આ સાથે જ ગંધો-બકાસર માર્ગ પર નિર્માણ કાર્ય ચાલુ છે. 

પશ્ચિમ બંગાળ- બાલાસૂર-ખડગપુરમાં પણ કામ ચાલુ છે. ડિગના પાસે સાઈટ વિઝિટ થવાની છે. 

બિહાર- ઈસ્લામપુર-કિશનગંજ પાસે સાઈટ વિઝિટ થવાની છે. 

ગુજરાત- રાજકોટના દતરાણા પાસે નિર્માણનું ટેન્ટર બહાર પડી ગયું છે. દ્વારકા-માલ્યામાં વર્ક ઓર્ડર થઈ ગયો છે. જમીન સંપાદન ન થવાના કારણે કામ ચાલુ થઈ શક્યું નથી. ભુજ-અંજાર માર્ગમાં સાઈટ વિઝિટ થવાની છે. સૂરત- મુંબઈ માર્ગ પર સાઈટ વિઝિટ થવાની છે. 

આંધ્ર પ્રદેશ- નેલ્લોર પાસે નિર્માણકાર્ય ચાલુ છે. વિજયવાડા-અંગોરમાં નિર્માણ કાર્ય ચાલુ છે. રાજમંદૂરી-વિજયવાડા માર્ગ પર સાઈટ વિઝિટ થવાની છે. 

તામિલનાડુ- પુડ્ડુચેરીમાં ટેન્ડર થઈ ગયું છે. જમીન સંપાદન કરવામાં આવી નથી અને મદુરાઈ માર્ગ પર સાઈટ વિઝિટ થવાની છે. 

અસમ- જોરહાટમાં શવિસાગર પાસે જમીનની પસંદગી થઈ ગઈ છે અને ટેન્ડર બહાર પડવાનું છે. બરકાઘાટ પાસે લોકેશન ફાઈનલ છે અને ટેન્ટર બહાર પડશે. નૌગાવ સેનભોગ માર્ગ એનએચ 27નું ટેન્ટર બહાર પડવાનું છે. 

ઓડિશા- ખડગપુર- કંજાવર માર્ગમાં સાઈટ વિઝિટ થવાની છે. 

કેમ બની રહ્યી છે આ એરસ્ટ્રીપ્સ?
યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ હંમેશા દેશના મહત્વપૂર્ણ એરબેસને ટાર્ગેટ કરીને તેમને તબાહ કરવાની કોશિશ કરે છે જેનાથી દેશના ફાઈટર જેટ લેન્ડ અને ટેકઓફ કરી ન શકે. એરબેસ તબાહ થવાની સ્થિતિમાં દેશની એરફોર્સ માટે હાઈવે પર બનેલા રનવે વિકલ્પ તરીકે કામ કરે છે. આ સાથે જ સૂત્રોના જણાવ્યાં મુજબ દેશમાં આફત સમયે ઈમરજન્સી રેસ્ક્યૂ દરમિયાન હાઈવે એરસ્ટ્રીપ્સનો ઉપયોગ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news