Afghanistan Crisis: તાલિબાને અવાજ ઉઠાવવા ઉપર પણ લગાવ્યો પ્રતિબંધ? નારેબાજી પહેલા લેવી પડશે મંજૂરી
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યે હજુ ગણતરીના કલાકો થયા છે ત્યાં તો તાલિબાનીઓએ નવા નવા ફરમાન પણ બહાર પાડવાના શરૂ કરી દીધા છે.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યે હજુ ગણતરીના કલાકો થયા છે ત્યાં તો તાલિબાનીઓએ નવા નવા ફરમાન પણ બહાર પાડવાના શરૂ કરી દીધા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયે વિરોધ પ્રદર્શન પર રોક લગાવી દીધી છે. અફઘાનિસ્તાનમાં હવે વિરોધ પ્રદર્શન કરતા પહેલા તાલિબાની સરકારની મંજૂરી લેવી પડશે.
કયા નારા લાગશે તે જણાવવું પડશે
નવા આદેશ મુજબ હવે અફઘાનિસ્તાનમાં પ્રદર્શનના 24 કલાક પહેલા સરકાર પાસેથી પ્રદર્શનની મંજૂરી લેવી પડશે. એટલું જ નહીં પ્રદર્શનમાં શું નારેબાજી થશે તે પણ લેખિતમાં જણાવવું પડશે. આવામાં જો સરકાર પાસેથી પ્રદર્શનની મંજૂરી મળે તો જ પ્રદર્શન કરી શકશે નહીં તો મંજૂરી વગર પ્રદર્શન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અફઘાનિસ્તાનના નવા ગૃહમંત્રી આતંકી સિરાજુદ્દીન હક્કાનીએ આ ફરમાન બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે ભારતને દુશ્મન નંબર વન માનનારો સિરાજુદ્દાન હક્કાની FBI ની હિટલિસ્ટમાં સામેલ છે. અમેરિકાએ આ આતંકીના માથે 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 38 કરોડ રૂપિયાનું ઈનામ રાખેલું છે.
આ પદ માટે અડી ગયો હતો આતંકી
મળતી માહિતી મુજબ હક્કાની પહેલા રક્ષામંત્રીના પદ માટે અડી ગયો હતો. જેના કારણે તેનું મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબ અને તાલિબાનના સહ સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે ઘર્ષણ પણ થયું. પરંતુ ત્યારબાદ તે માની ગયો અને આ રીતે હક્કાની નેટવર્કનો ચીફ અફઘાનિસ્તાનના ગૃહમંત્રી પદ માટે રાજી થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે