Viral Video: છોકરીઓ વચ્ચે આવી લડાઈ? હાય હાય....જાહેરમાં ભાન ભૂલી ભૂંડા હાલ કરી નાખ્યા એકબીજાના

Viral Video: હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેર અત્યંત જોખમી જોવા મળી રહી છે. આજે પણ દોઢ લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. ત્યારે એક એવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને આંખો પહોળી થઈ જાય. 

Viral Video: છોકરીઓ વચ્ચે આવી લડાઈ? હાય હાય....જાહેરમાં ભાન ભૂલી ભૂંડા હાલ કરી નાખ્યા એકબીજાના

નવી દિલ્હી: હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેર અત્યંત જોખમી જોવા મળી રહી છે. આજે પણ દોઢ લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. ત્યારે એક એવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થઈ રહ્યો છે જેને જોઈને આંખો પહોળી થઈ જાય. 

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે છોકરીઓ બાથમબાથી કરે છે. આ દરમિયાન તેઓ એકબીજાને જૂતા ચપ્પલથી પણ મારે છે. વાળ ખેંચે છે. વીડિયો ક્યાનો છે તે તો હાલ માહિતી મળી શકી નથી પરંતુ છોકરીઓની આ લડાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

જુઓ Viral Video

દેશમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે કોરોનાના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,36,89,453 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,22,53,697 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. જ્યારે 12,64,698 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. 

એક્ટિવ કેસની સંખ્યા ખુબ વધી રહી છે જે ચિંતાજનક છે. એક જ દિવસમાં કોરોનાએ 879 લોકોનો ભોગ લીધો. આ સાથે જ કુલ મૃત્યુનો આંકડો 1,71,058 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં કુલ 10,85,33,085 લોકોને રસી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news