ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો : અંબાલાલ પટેલે કહ્યું, દરિયાને કારણે ગુજરાત પર આવશે મોટું સંકટ
Gujarat Weather Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી...15 જુલાઈથી 23 જુલાઈ સુધી વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી...ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે...
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : આ વખતે જુલાઈ મહિનો ભારે સાબિત થયો છે. જુલાઈ મહિનામાં એક બાદ એક વરસાદના રાઉન્ડ આવી રહ્યાં છે. પહેલા બે રાઉન્ડમાં વરસાદે ભારે આતશબાજી કરી. ત્યારે હવે ત્રીજો રાઉન્ડ પણ આવી ગયો છે. ગુજરાતમાં હવે વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી કે, 15 જુલાઈથી 23 જુલાઈમાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાત વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ એક-બે નહિ, પરંતુ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તો સાથે જ સમુદ્રના કાંઠે તાપમાન ઉંચુ રહેવાને કારણે વાતાવરણમાં મોટી હલચલ થઈ રહી છે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં 10 થી12 જુલાઈની વચ્ચે દરિયામાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 10 થી 12 જુલાઈમાં વાતાવરણ વિશિષ્ટ રહેશે.
પૂર જેવા પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ બસ,જીવ બચાવવા લોકો બારમાંથી કૂદ્યા#uttrakhand #dehradun #monsoon #flood #monsoon2023 #ZEE24KALAK #viral #rescue pic.twitter.com/SgKElUeGU5
— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2023
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસાની પેટર્ન બદલાઈ છે. પહેલીવાર ચોમાસું અલગ પ્રકારનું છે, જેનુ કારણ બિપોરજોય વાવાઝોડું છે. વાવાઝોડા દરિયામાં વિવિધ પ્રેશર બની રહ્યા છે. પાકિસ્તાન અને રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ રહેતુ હોય છે, તેવુ દબાણ ગુજરાતમાં રહેવા લાગ્યું છે. બંગાળના ઉપસાગરમાં 1002 મિલિબાર દબાણ રહેશે. ગુજરાતમાં હવાનું હળવું દબાણ 1001 થી 1003 મિલિબાર દબાણ રહેવુ જોઈએ. જોકે, આ ચોમાસું વિશિષ્ટ પ્રકારનું છે. તેમજ આ સિસ્ટમની અસર માત્ર ગુજરાતમાં જ નહિ, આખા દેશમાં જોવા મળી રહી છે. તેથી જ 15 જુલાઈથી 23 જુલાઈમાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
થુનાગ નદીમાં પુર આવતા સર્જાયા આ દ્રશ્યો..#ThunagRiver #Manali #Mandi #DESTRUCTION #Rain #HimachalPradesh #DigitalVideos #ZEE24kalak #Viral pic.twitter.com/1o2BB8Fdpw
— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2023
મુશળધાર વરસાદથી યમુના નદીની સપાટી વધી
હરિયાણાના હથિનીકુંડમાંથી 2,87,000 ક્યુસેક પાણી છોડાતાં દિલ્લીની યમુના નદીમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે.... એકબાજુ દિલ્લી-એનસીઆરમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજીબાજુ હથિનીકુંડમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે.. આજ કારણ છે કે દિલ્લી સરકારે પૂરની ચેતવણી આપતાં યમુના નદીના કિનારાના વિસ્તારોમાં રહેતાં લોકોને અલર્ટ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
અમેરિકાના નાયગ્રા ફોલને ટક્કર મારતો આ છે ગુજરાતનો નાયગ્રા ફોલ!
જુઓ કચ્છના "પાલર ધૂના" ધોધનો મનમોહક નજારો#niagarafalls #gujarat #nature #beauty #viralvideo #kutch #rain #weather pic.twitter.com/F7o1zkst2e
— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2023
હિમાચલમાં આભ ફાટ્યું
ભારેવ રસાદ વચ્ચે હાલ હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું છે. ચંબામાં અનરાધાર વરસાદનો કહેર વરસી રહ્યો છે. સતત થઈ રહેલા વરસાદથી હિમાચલ નદીઓ ગાંડીતૂર બની છે. વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ ધોવાયા છે. તો રાજ્યના 125 થી વધારે રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. 301 વીજ ટ્રાન્સફોર્મર અને 61 પીવાના પાણીની યોજના પ્રભાવિત થઈ છે. ચંબા-પઠાણકોટ હાઈવે પર જમીન ધસી પડવાની ઘટના બની છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી નેશનલ હાઈવે બંધ કરાયો છે. ભારે વરસાદના કારણે કાટમાળ અને પહાડો નીચે ધસી આવ્યા છે. ચંબામાં થઈ રહેલા વરસાદથી જનજીવનને ભારે અસર થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે