Inspirational Stories: માત્ર 2000 રૂપિયાથી શરૂ કર્યો બિઝનેસ, હવે વાર્ષિક 1.5 કરોડની થાય છે કમાણી, તમે પણ કરી શકો

લોકો સારી નોકરી મેળવવા માટે મહેનત કરે છે, જેથી કરીને તેમનું જીવન સારી રીતે પસાર થઈ શકે. પરંતુ અમે તમને એક એવી મહિલા વિશે જણાવીએ છીએ કે જેણે લોકોની મદદ કરવા માટે પોતાની સારી નોકરી  છોડી દીધી અને ખેતી કરવા લાગી. આ કહાની ઉત્તરખાંડની હિરેશા વર્માની છે. 
Inspirational Stories: માત્ર 2000 રૂપિયાથી શરૂ કર્યો બિઝનેસ, હવે વાર્ષિક 1.5 કરોડની થાય છે કમાણી, તમે પણ કરી શકો

નવી દિલ્હી: લોકો સારી નોકરી મેળવવા માટે મહેનત કરે છે, જેથી કરીને તેમનું જીવન સારી રીતે પસાર થઈ શકે. પરંતુ અમે તમને એક એવી મહિલા વિશે જણાવીએ છીએ કે જેણે લોકોની મદદ કરવા માટે પોતાની સારી નોકરી  છોડી દીધી અને ખેતી કરવા લાગી. આ કહાની ઉત્તરખાંડની હિરેશા વર્માની છે. 

હિરેશા દહેરાદૂનની રહીશ છે અને તેમણે દિલ્હીથી આઈટીનો અભ્યાસ કર્યો છે. 2013માં જ્યારે કેદારનાથમાં વાદળ ફાટવાની ભયાનક ત્રાસદી આવી હતી ત્યારે તેણે ટીવી પર તે દ્રશ્યો જોયા હતા. આ આફતમાં સેંકડો લોકોના મોત અને હજારો લોકો ગુમ થયાની ખબરે તેને ખુબ અસર કરી હતી. ત્યારબાદ હિરેશાએ આ આફત પીડિતોને મદદ કરવાનું નક્કી કરી લીધુ અને દિલ્હી છોડીને ઉત્તરાખંડ પહોંચી ગઈ. લોકોની મદદ અને રાહત પહોંચાડવા માટે તે એક એનજીઓ સાથે કામ કરવા લાગી. 

મહિલાઓની મદદમાં લાગ્યા
હિરેશાએ The Better India સાથે વાતચીતમાં જણાવ્યું કે આફત પીડિત મહિલાઓ સાથે વાતચીતમાં તેમણે જાણ્યું કે તેમના પતિ ગૂમ થઈ ગયા છે. આ તમામ મહિલાઓના પતિ ગાયબ થયા બાદ ખુબ નિરાશ હતી અને તેમની પાસે ગુજરાન ચલાવવા માટે કોઈ વ્યવસ્થા પણ નહતી. બિઝનેસ મેનેજમેન્ટમાં પીજી  અને કેમિસ્ટ્રી તથા બોટનીમાં ગ્રેજ્યુએટ હિરેશાએ પોતાનુ બધુ જ્ઞાન આ મહિલાઓની મદદ કરવામાં લગાડી દીધુ. આ માટે તેમણે મહિલાઓને આ સંકટથી બહાર લાવવા માટે અનેક ઉપાયો પર રિસર્ચ કરવાનું શરૂ કરી દીધુ. 

મશરૂમની ખેતીનો નિર્ણય લીધો
હિરેશાએ જણાવ્યું કે ખુબ વિચાર્યા બાદ તેમણે મશરૂમની ખેતી કરવાનું નક્કી કર્યું. ઉત્તરાખંડનું હવામાન તેના માટે યોગ્ય છે અને આ એક એવો ઉપાય છે કે જેનાથી મહિલાઓની સમસ્યાઓ ખણી ખરી દૂર થઈ શકે છે. ત્યારબાદ હિરેશાએ દહેરાદૂનમાં પોતાના ઘર પર મશરૂમ ઉગાડવાનો પ્રયોગ કરવા 2000 રૂપિયાનું રોકાણ કર્યું. જ્યારે આ પ્રયોગ સફળ રહ્યો તો તેમણે હિમાચલ પ્રદેશમાં મશરૂમ અનુસંધાન નિદેશાલયમાં તેની સંબંધિત ટ્રેનિંગ લીધી. ત્યારબાદ તે જ વર્ષે તેમણે 1.5 એકર જમીન પર મશરૂમની ખેતી કરવા માટે હેનઝેન ઈન્ટરનેશનલ (Hanzen International) ની સ્થાપના કરી. 

2013માં હિરેશાએ નોકરી છોડી દીધી અને મશરૂમની ખેતી શરૂ કરવા માટે દહેરાદૂન જતા રહ્યા. તેમણે આ ક્ષેત્રની 2000થી વધુ મહિલાઓને સ્થાયી આજીવિકા મેળવવામાં અને તેમની આવકમાં લગભગ 30 ટકા વૃદ્ધિ કરવામાં મદદ કરી છે. 

hiresh verma

(તસવીર-સાભાર ટ્વિટર)

ઉત્તરાખંડ રાજ્ય પુરસ્કાર મળ્યો
જેમ જેમ તેમની કંપનીનું કામ લોકો સુધી પહોંચવાનું શરૂ  થયું કે અન્ય અનેક મહિલાઓ મશરૂમની ખેતીની ટ્રેનિંગ લેવા માટે તેમની પાસે આવવા લાગી. આવી મહિલાઓને હિરેશાએ ટ્રેનિંગ, સ્પોન અને અન્ય સામગ્રી મફતમાં ઉપલબ્ધ કરાવી. તે કહે છે કે કારોબારથી થનારો તમામ નફો મહિલાઓની મદદ કરવામાં રોકાણ તરીકે ગયો. તેમની સપળતાએ તેમને 2015માં મશરૂમની ખેતી માટે ઉત્તરાખંડ રાજ્ય પુરસ્કાર અપાવ્યો. 

1.5 કરોડનું વેચાણ
મશરૂમ ઉગાડવા અને ખેડૂતોની મદદ કરવા ઉપરાંત તેમના સ્ટાર્ટઅપે હાલના વર્ષોમાં ફૂડ પ્રોસેસિંગ પણ શરૂ કર્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાક વર્ષોમાં હિરેશાના સ્ટાર્ટઅપથી અથાણા, નગેટ્સ, સૂપ, પ્રોટીન પાઉડર, ચા, કોફી, અને સોસ બનાવવાનું શરૂ કર્યું છે. જેને પંજાબ, હરિયાણા, દિલ્હી  અને પૌડી ઘરવાલ અને તેના વિસ્તારોમાં વેચવામાં આવે છે. હિરેશા જણાવે છે કે તેમના કારોબારથી બધુ મળીને વાર્ષિક 1.5 કરોડ રૂપિયાનું વેચાણ થાય છે. 

કઈ પણ અશક્ય નથી
હિરેશાના જણાવ્યાં મજબ જો તેમા મન પરોવી દે તો કોઈ પણ વ્યક્તિ કઈ પણ મેળવી શકે છે. તે કહે છે કે જ્યારે મે પહેલ શરૂ કરી તો મિત્રો અને પરિવાર મારા પર હસવા લાગ્યા અને તેમને વિશ્વાસ હતો કે તે ક્યારેય સફળ થઈ શકશે નહીં. તેમણે મારી મજાક ઉડાવતા કહ્યું કે મારે ગાયના ગોબરમાં હાથ મસળવા પડશે. પરંતુ આજે મે મારા માટે અને હજારો મહિલાઓ માટે સફળતા મેળવી છે. જેના પર મને ગર્વ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news