હોમ, ડિફેન્સ, રો અને IB અધિકારીનો વધી શકશે કાર્યકાળ, કેન્દ્રએ જાહેર કર્યું નોટિફિકેશન


કર્મચારી મંત્રાલયની સૂચના અનુસાર, સુધારેલા નિયમો હવે કેન્દ્ર સરકારને જાહેર હિતમાં સંરક્ષણ સચિવ, ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), RAW ના સચિવ અને ED અને CBIના નિર્દેશકોને એક્સટેન્શન આપવાની મંજૂરી આપે છે. 

હોમ, ડિફેન્સ, રો અને IB અધિકારીનો વધી શકશે કાર્યકાળ, કેન્દ્રએ જાહેર કર્યું નોટિફિકેશન

નવી દિલ્હીઃ કેન્દ્રએ સીબીઆઈ (CBI) અને ઈડી  (ED) ના ડાયરેક્ટરોના કાર્યકાળને વિસ્તાર આપવા અને સેવાકાલીન લાભના સંબંધમાં સોમવારે મૂળ નિયમાવલી (FR) માં સંશોધન કર્યું છે. કેન્દ્ર સરકારે આ પગલું તે અધ્યાદેશોને લાગૂ કર્યાના એક દિવસ બાદ ભર્યું છે, જેણે તેને બે વર્ષના મુકાબલે સીબીઆઈ અને ઈડી પ્રમુખોના કાર્યકાળને પાંચ વર્ષ સુધી વધારવાનો અધિકાર આપ્યો છે. વિપક્ષી દળો દ્વારા અધ્યાદેશોની આલોચના કરવા વચ્ચે ટીએમસીએ તેને ''ચુંટાયેલી સરમુખત્યારશાહી'' ગણાવ્યું છે.

શું છે એફઆર?
મૂળ નિયમાવલી તમામ સરકારી કર્મચારીઓ પર લાગૂ થનાર માર્ગદર્શક સિદ્ધાંત છે જેમાં તેની સર્વિસ દરમિયાન અને નિવૃતિ બાદના વર્કના તમામ પાસા સામેલ રહે છે. એફઆર હેઠળ કેબિનેટ સચિવ, બજેટ સંબંધિત કામ કરનાર તમામ લોકો, પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, આઈબી અને રો પ્રમુખ સિવાય સીબીઆઈ ડાયરેક્ટર સહિત કેટલાક અન્યને છોડીને 60 વર્ષની નિવૃતિની ઉંમર બાદ કોઈપણ સરકારી કર્મચારીની સેવામાં વિસ્તાર પર પ્રતિબંધ હોય છે. કાર્યકાળ વિસ્તાર પણ શરતી હોય છે. 

આ છે સંશોધિત નિયમ
કાર્મિક મંત્રાલય (Ministry of Personnel) ની અધિસૂચના પ્રમાણે સંશોધિત નિયમ હવે કેન્દ્ર સરકારને રક્ષા સચિવ, ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, રોના સચિવ અને ઈડી તથા સીબીઆઈના ડાયરેક્ટરોના મામલાના આધાર પર જનહિતમાં વિસ્તાર આપવાની મંજૂરી આપે છે. આ શરત સાથે તેવા સવિવો કે ડાયરેક્ટરોની કુલ અવધિ, બે વર્ષ કે સંબંધિત અધિનિયમ કે તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમોમાં પ્રદાન કરવામાં આવેલી અવધિથી વધુ ન હોય. 

વિદેશ સચિવ FR માંથી બહાર
સોમવારના નોટિફિકેશનમાં, વિદેશ સચિવને FRના કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ED ચીફનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે વિસ્તૃત કાર્યકાળ માટે વર્તમાન ટર્મના ઇન-સર્વિસ લાભો ચાલુ રાખવાની મંજૂરી આપે છે. ડિસેમ્બર 2010 માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા ઠરાવને પગલે વિદેશી સચિવની પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વિદેશ સચિવને સોંપવામાં આવેલા કાર્યોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપરાંત નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રિત હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news